મહિલા ફિફા વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડમાં ગોળીબાર

By: nationgujarat
20 Jul, 2023

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં મહિલા ફીફા વર્લ્ડ કપની શરૂઆતના કલાકો પહેલા ફાયરિંગ થયું હતું. જેમાં 2 લોકોના મોત થયા હતા. એક કન્સ્ટ્રક્શન સાઈટ પર બનેલી આ ઘટનામાં પોલીસકર્મી સહિત 6 લોકો ઘાયલ થયા હતા. BBCના જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનાર વ્યક્તિનું પણ મોત થયું છે.

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા PM ક્રિસ હિપકિન્સે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો નથી. તેમણે કહ્યું- આ રાષ્ટ્રીય સુરક્ષાના જોખમ સાથે જોડાયેલો મામલો નથી અને ટૂર્નામેન્ટ યોજના મુજબ શરૂ થશે. રોયટર્સ અનુસાર, ગોળીબાર તે હોટલની નજીક થયો હતો જ્યાં નોર્વેના ખેલાડીઓ રોકાયા છે. આ પછી ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર માહિતી આપી કે બધું બરાબર છે.


Related Posts

Load more