મહાશિવરાત્રિ પર 100 વર્ષ બાદ શનિ-શુક્રનો શુભ સંયોગ, આ ત્રણ રાશિના જાતકોને થશે લાભ

By: nationgujarat
23 Feb, 2025

Mahashivratri 2025: વૈદિક જ્યોતિષ પ્રમાણે જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ દેશ-દુનિયા પર  પણ પડે છે. ત્યારે હવે મહાશિવરાત્રિ પર 100 વર્ષ બાદ શનિ શશ યોગ અને માલવ્ય રાજ્યોગ બનાવવા જઈ રહ્યો છે જેનાથી આ દિવસ  ખૂબ જ વિશેષ રહેશે. વાસ્તવમાં શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કરીને માલવ્ય રાજયોગનું નિર્માણ કરવા જઈ રહ્યો છે.

આ વખતે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરી બુધવારના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ પંચાંગ પ્રમાણે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના રોજ મહાશિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે. તો ચાલો જાણીએ કે 100 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર બનવા જઈ રહેલા આ સંયોગથી કઈ રાશિના જાતકોને લાભ થશે.

મિથુન રાશિ

મહાશિવરાત્રિ મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. ભગવાન શિવની વિશેષ કૃપાથી તેમના સારા દિવસોની શરૂઆત થશે અને તેમની તમામ મનોકામના પૂર્ણ થશે. મિથુન રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળશે અને કોઈ મહત્વપૂર્ણ શુભ સમાચાર મળવાની શક્યતા છે.

મકર રાશિ

મહાશિવરાત્રિ પર બનવા જઈ રહેલો આ શુભ સંયોગ મકર રાશિના જાતકો માટે વિશેષ લાભદાયી રહેશે. તેમના માટે શુભ સમયની શરૂઆત થશે તેઓ નવા કાર્યનો પ્રારંભ કરી શકશે અને પ્રગતિ પ્રાપ્ત કરશે.

કુંભ રાશિ

મહાશિવરાત્રી કુંભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને ઇચ્છિત નોકરી મળવાનો યોગ બની રહ્યો છે અને આ સાથે જ સન્માન અને પ્રમોશન મળવાની પણ શક્યતા છે.


Related Posts

Load more