મલાઈકા અરોરા સાથે લગ્ન કરવાને લઈને અર્જુન કપૂરે કરી દીધી ચોખવટ

By: nationgujarat
14 Dec, 2023

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. શરૂઆતમાં આ બંને પોતાના સંબંધો દુનિયાથી છુપાવી રહ્યા હતા પરંતુ થોડા સમય પછી બંનેએ એકબીજા પ્રત્યેના પ્રેમને ખુલીને સ્વીકાર કરી લીધો. જ્યારથી બંનેએ એકબીજા સાથેના સંબંધોને સ્વીકાર્યા છે ત્યારથી તેમના લગ્નને લઈને પણ અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. તેવામાં તાજેતરમાં જ કોફી વીથ કરનના એક એપિસોડમાં અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના સંબંધો અંગે ખુલીને વાત કરી હતી. આ એપિસોડમાં અર્જુન કપૂરે તેમના લગ્ન વિશે પણ ચર્ચા કરી હતી.કોફી વીથ કરન શોમાં અર્જુન કપૂર આદિત્ય રોય કપૂર સાથે પહોંચ્યો હતો. આ એપિસોડમાં જ્યારે કરણ જોહરે અર્જુન કપૂરને પૂછ્યું કે મલાઈકા તેના કરતાં નવ વર્ષ મોટી છે અને તેમના સંબંધોને લઈને ઘણી વખત ઓનલાઇન નેગેટિવિટી જોવા મળે છે, આ નેગેટિવિટીની કેવી અસર તેમના પર પડે છે, આ પ્રશ્નના જવાબમાં અર્જુન કપૂરે કહ્યું હતું કે લોકોના ટ્રોલ કરવાથી તેમને કોઈ ફરક નથી પડતો. લોકો નેગેટિવ કોમેન્ટ એટલે કરતા હોય છે કે તેમને અન્ય લોકોનું અટેન્શન જોતુ હોય છે.

આ એપિસોડમાં આગળ કરન જોહર અર્જુન કપૂરને મલાઈકા અરોરા સાથે લગ્ન કરવા અંગે પૂછે છે. જવાબમાં અર્જુન કપૂર વાત વાતમાં એ વાતનો ઈશારો કરી દે છે કે તે મલાઈકા સાથે લગ્નની લઈને યોગ્ય સમયે વાત કરશે. આ વાતથી કરણ જોહર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેને ફરીથી પુછે કે તે ખરેખર લગ્ન કરવા માંગે છે ? તો અર્જુન કપૂરે જણાવ્યું હતું કે તેને લાગે છે કે આ સૌથી સન્માનની વાત છે જ્યારે તેઓ એવી સ્થિતિમાં પહોંચશે ત્યારે આ બાબતે વાત કરશે. અત્યારે તે રિલેશનશિપમાં ખુશ છે. સંબંધમાં આ કમ્ફર્ટ સુધી પહોંચવા માટે પણ તેમણે ઘણી જ સ્ટ્રગલ કરી છે. ત્યારબાદ તેણે વધુ કંઈ કહેવાની ના કહી હતી.


Related Posts

Load more