ભારત સામે વેસ્ટઈન્ડિઝનો સૌથી ઓછો સ્કોર

By: nationgujarat
27 Jul, 2023

ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હોમ ગ્રાઉન્ડ પર ભારત સામે વિન્ડીઝનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા 1997માં પોર્ટ ઓફ સ્પેનમાં ભારત સામે ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ભારત સામે વિન્ડીઝનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2018માં તિરુવનંતપુરમમાં ટીમ 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

જવાબમાં ભારત તરફથી ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર છે.

શુભમન ગિલ 7 રન બનાવીને આઉટ થયો હતો. તે જેડેન સિલ્સે બ્રાન્ડોન કિંગના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.

ફાસ્ટ બોલર મુકેશને ડેબ્યૂ કેપ
ફાસ્ટ બોલર મુકેશ કુમારને ડેબ્યૂ કેપ આપવામાં આવી છે, જ્યારે સંજુ સેમસનની જગ્યાએ ઈશાન કિશન વિકેટકીપિંગ કરશે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

વેસ્ટઈન્ડિઝ: શાઈ હોપ(કેપ્ટન અને વિકેટકીપર), કાઇલ મેયર્સ, બ્રેન્ડોન કિંગ, એલીક એથેનાઝ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રોમારીયો શેફર્ડ, યાનિક કેરિયા, ડોમિનિક ડ્રેક્સ, જેડેન સીલ્સ અને ગુડાકેશ મોતી.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર.


Related Posts