ભારતે ઘોડેસવારીમાં 1982 બાદ પહેલો ગોલ્ડ મેડલ જીત્યો

By: nationgujarat
26 Sep, 2023

19મી એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે હાંગઝોઉમાં ભારતને સેલિંગમાં ત્રીજો મેડલ મળ્યો. ઘોડેસવારી ટીમે આજે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સુદીપ્તિ હજેલા, દિવ્યકૃતિ સિંહ, હૃદય છેડા અને અનુષ અગરવલ્લાની જોડીએ 41 વર્ષ બાદ આ ઈવેન્ટમાં દેશ માટે ગોલ્ડ જીત્યો હતો.

19મી એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે હાંગઝોઉમાં સેલિંગમાં ભારતને તેનો બીજો મેડલ મળ્યો હતો. ભારતના ઇબાદ અલીએ મેન્સ સેલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા નેહા ઠાકુરે 28 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતનો આજના દિવસનો આ બીજો મેડલ છે. આ સાથે એશિયન ગેમ્સમાં ભારતના 13 મેડલ થઈ ગયા છે. જેમાં બે ગોલ્ડ મેડલ સામેલ છે.

જ્યારે સ્વિમિંગમાં મેન્સની 4×100 મીટર મેડલે રિલે ટીમ નેશનલ રેકોર્ડ સાથે ફાઇનલમાં પહોંચી છે. અંકિતા રૈના ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ પહેલા મંગળવારે ભારતે હોકીમાં સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. તેમજ જુડોના બે ખેલાડીઓએ ક્વાર્ટર ફાઇનલમાં ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

સોમવારે મહિલા ક્રિકેટ ટીમ અને પુરુષોની ટીમે 10 મીટર ટીમ એર રાઈફલ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો હતો.

ત્રીજા દિવસે વિવિધ રમતોમાં પ્રદર્શન

ઘોડેસવારી: 41 વર્ષ પછી ગોલ્ડ મેડલ
ભારતે ઘોડેસવારીની ટીમ ડ્રેસેજ ઈવેન્ટમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુદીપ્તિ હજેલા, દિવ્યકૃતિ સિંહ, હૃદય છેડા અને અનુષ અગરવલ્લાની જોડીએ 41 વર્ષ બાદ દેશ માટે ઘોડેસવારીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા દેશે 1982માં ઘોડેસવારીમાં ગોલ્ડ જીત્યો હતો.

સેલિંગ- એક બ્રોન્ઝ અને એક સિલ્વર
ઇબાદ અલીએ મેન્સ સેલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને નેહા ઠાકુરે મહિલા સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

હોકી- ભારતે સિંગાપોરને મેડલની રેસમાંથી બહાર કરી દીધું
એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતે હોકીમાં સિંગાપોરને 16-1થી હરાવીને સારી શરૂઆત કરી હતી. ભારત તરફથી હરમનપ્રીત સિંહે 4 અને મનદીપ સિંહે 3 ગોલ કર્યા હતા. આ સિવાય વરુણ કુમાર અને અભિષેકે 2-2 ગોલ કર્યા હતા.


Related Posts