ભારતની જીત – શમીએ 7 વિકેટ લીધી તો જાડેજાએ પણ કેચ ઝડપી 2019 વાળી થતા અટકાવી મેચ

By: nationgujarat
15 Nov, 2023

વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની સદીના આધારે ભારતે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં 308 રનમાં 8 વિકેટ પડી છે મીચેલની વિકેટ પણ શમીએ લીધી શમીએ એકલા હાથે 7 વિકેટ લીધી છે, શમી ન હોત તો ટીમ હારી ગઇ હોત તેમાં શંકાને સ્થાન નથી કારણ કે શમી.બુમરાહઅને કુલદીપને છેલ્લા 2 બોલે વિકેટ મળી છે બાકી જાડેજા અને સિરાજ ને વિકેટ નથી મળી જો કે જાડેજાએ 3 કેચ કરી ટીમને મહત્વની વિકેટ અપાવવામાં મદદ કરી છે.

Fall of wickets: 1-30 (Devon Conway, 5.1 ov), 2-39 (Rachin Ravindra, 7.4 ov), 3-220 (Kane Williamson, 32.2 ov), 4-220 (Tom Latham, 32.4 ov), 5-295 (Glenn Phillips, 42.5 ov), 6-298 (Mark Chapman, 43.5 ov), 7-306 (Daryl Mitchell, 45.2 ov), 8-319 (Mitchell Santner, 47.5 ov), 9-321 (Tim Southee, 48.2 ov), 10-327 (Lockie Ferguson, 48.5 ov) • DRS

કુલદીપે પોતાની પહેલી વિકેટ લીધી હતી. તેણે માર્ક ચેપમેન (0 રન)ને આઉટ કર્યો હતો. જસપ્રીત બુમરાહે ટીમને પાંચમી સફળતા અપાવી હતી. તેણે ગ્લેન ફિલિપ્સ (41 રન)ને આઉટ કર્યો હતો. ટોમ લાથમ ઝીરો પર આઉટ થયો હતો. તેને મોહમ્મદ શમીએ LBW આઉટ કર્યો હતો. શમીની આ ચોથી વિકેટ છે. તેણે કેન વિલિયમસન (69 રન), રચિન રવીન્દ્ર (13 રન) અને ડેવોન કોનવે (13 રન)ને પણ આઉટ કર્યા હતા. શમીએ પોતાના સ્પેલના પ્રથમ બોલ પર જ સફળતા મેળવી હતી.

મોહમ્મદ શમીનો વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ
મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી વિકેટ લઈને વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પૂરી કરી હતી. આ માટે તેણે માત્ર 17 ઇનિંગ્સ લીધી, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઝડપી છે. તેણે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો, જેણે 19 ઇનિંગ્સમાં 50 વિકેટ લીધી હતી.

આ ઉપરાંત મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટ ઝડપી છે, આ સાથે તેણે વર્લ્ડ કપમાં આઠમી વખત એક ઇનિંગમાં 4 કે તેથી વધુ વિકેટ લીધી છે. આ રેકોર્ડમાં શમી ટોચ પર છે, બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક છે, જેણે વર્લ્ડ કપમાં 6 વખત 4+ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે.

પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડ 46/2, શમીએ ઓપનરોને પેવેલિયન મોકલી દીધા
398 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખાસ રહી ન હતી. પાવરપ્લેમાં 46 રન બનાવતા ટીમે ઓપનરોની વિકેટો ગુમાવી દીધી હતી. રચિન રવીન્દ્ર અને ડેવોન કોનવે 13-13 રન બનાવીને આઉટ થયા હતા.

પાવરપ્લેની શરૂઆતની ઓવરમાં કિવી ઓપનરોએ સાવધાનીપૂર્વક શોટ રમ્યા હતા. 5 ઓવરમાં ટીમનો સ્કોર વિના નુકશાન 30 રન હતો. અહીં મોહમ્મદ શમીએ પોતાના પહેલા બોલ પર સફળતા હાંસલ કરી અને કોનવેને આઉટ કર્યો. આટલું જ નહીં, શમીએ આઠમી ઓવરના ચોથા બોલ પર રચિન રવીન્દ્રને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.


Related Posts