ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય સામે પોકસો હેઠળ ફરિયાદ નોંધાઇ, જાણો શું છે મામલો

By: nationgujarat
01 Jan, 2024

ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણા ફરિયાદ નોંધાઈ છે. 15 વર્ષની કિશોરીની આબરૂ લેવાની કોશિષ કરતાં પોકસો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. 15 વર્ષની કિશોરી એકલી હતી એ સમયે તેનો હાથપકડી પોતાની બાજુમાં બેસાડીને શારીરિક છેડાછાડ કરીને નરાધમ દ્વારા કિશોરીને બાથરૂમ લઈ જઈને આબરૂ લેવાની કોશિષ કરી  હતી. જે બાદ કિશોરી ત્યાંથી નાસી છૂટી હતી અને પરીવારને જાણ કરી હતી. કિશોરીના પરિવારે આણંદ શહેર પોલીસ મથકે નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. આણંદ શહેર પોલીસે વિક્રમ લુહાણા સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

શું છે મામલો

આણંદ સંતકવર સોસાયટીમાં રહેતો વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા પત્નીની બહેનપણીના ઘરે અવાર નવાર જતો – આવતો હતો. આ અવર જવર દરમિયાન વિક્રમ લુહાણાએ તે પરિવારની સગીરવયની દિકરી પર નજર બગાડી હતી. તે કોઇને કોઇ બહાને સગીરા ઘરે એકલી હોય ત્યારે જતો હતો. આ દરમિયાન એક દિવસ સગીરા ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. સગીરા ગભરાયેલ ગભરાયેલ જણાતા ટયુશને કે સ્કુલે જવાની ના પાડતા તેમજ તેને કોઈ ચિંતામાં હોય તેવી પરિસ્થિતમાં લાગતા સગીરાની માતાએ દિકરીને પુંછેલ કે બેટા કંઈક પ્રોબ્લેમ છે તે કેમ ચિંતામાં લાગે છે? ત્યારે ડરેલ અને દબાયેલા અવાજે ધ્રૂસકે ધ્રૂસકે રડતા સગીરાએ નરાધમ વિક્રમ લોહાણાએ કરેલ કુકર્મની સમગ્ર હકીકત જણાવતા માતા ચોંકી ગઇ હતી.


Related Posts