ભાજપે મને ઘણું આપ્યું છે. – સાંસદ કિરિટ સોલકીનું નિવેદન

By: nationgujarat
27 Jan, 2024

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, જેના માટે ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. અમદાવાદ પૂર્વ,અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્ય-સંગઠન પદાધિકારીઓ સાથે આ બેઠક યોજવામાં આવી, જેમાં ઉપસ્થિત સાંસદ કિરીટ સોલંકીએ 5 લાખની લીડથી જીતનો દાવો કર્યો.

ભાજપની બેઠકમાં સાંસદ કિરીટ સોલંકી પહોંચ્યા હતા. 3 ટર્મથી સાંસદ એવા કિરીટ સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે પક્ષ તેમને જે પણ જવાબદારી આપશે તે નિભાવશે. પશ્ચિમ લોકસભામાં હારેલી વિધાનસભા સીટ અંગે કિરીટ સોલંકીએ નિવેદન આપ્યુ કે 5 લાખની લીડનો સંકલ્પ છે તે પૂર્ણ કરીશું. માઈનોરીટી બુથોમાં વિશેષ કામગીરી કરવામાં આવશે.સાથે જ કિરીટ સોલંકીએ જણાવ્યુ હતુ કે પરિસ્થિતિઓ હવે બદલાઈ છે, માઈનોરીટી બુથ ભાજપની સાથે હોવાનો પણ કિરીટ સોલંકીએ દાવો કર્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે ભાજપે મને ઘણું આપ્યું છે.


Related Posts