ભાજપની મહત્વની મીટિંગમાં પ્રભારી મંત્રી જ ભૂલાયા ,મંત્રીએ તો જતા વેત જ ખખડાવ્યા

By: nationgujarat
27 Jan, 2024

રામ મંદિર બનાવવનો જશ ખાટવા ભાજપે 22 જાન્યુઆરીના બીજા જ દિવસે લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી. ગુજરાત ભાજપે મિશન લોકસભાની તૈયારી આરંભી છે. જે અંતર્ગત આજે ભાજપની અમદાવાદ મહાનગરની બૃહદ બેઠક યોજાઈ હતી. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ચૂંટણીના રોડ મેપ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતું આ વચ્ચે એક મોટી રાજકીય ઘટના બની હતી. ભાજપની બેઠકમાં પ્રભારી મંત્રી જ ભુલાયા હતા. અમદાવાદમાં ભાજપ સંગઠનમાં સંકલનનો આભાવ સ્પષ્ટપણે દેખાયો હતો. આ બેઠકમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ છેલ્લી ઘડી સુધી યાદ ના આવ્યા.

મીટિંગમાં છેલ્લી ઘડીએ પહોચ્યા ઋષિકેશ પટેલ
અમદાવાદના દિનેશ હોલમાં ભાજપની બેઠક યોજાઈ હતી. લોકસભા ચૂંટણીની કામગીરી માટ ભાજપની આ બેઠક મહત્વની બની રહેવાની હતી. પરંતું બેઠકના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને સૂચના જ આપવામાં આવી ન હતી. બેઠકમાં પ્રભારી મંત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. જો કે છેલ્લી ઘડીએ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા.

પ્રભારી મંત્રીને જાણ કરવાનું કોણ ભૂલી ગયું
આજે ભાજપની અમદાવાદ મહાનગરની બૃહદ બેઠક યોજાઈ છે. પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે. જેમાં આગામી લોકસભાની ચૂંટણીના રોડ મેપને ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ બુથ સશક્તિકરણ પર પણ ચર્ચા થશે. પાછલી બેઠકોમાં સોંપાયેલી જવાબદારીઓ ઉપર કેટલુ કામ થયું તેની પણ ચર્ચા કરાશે. પરંતું બેઠકમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને સૂચના આપવામાં આવી ન હતી. પ્રભારી મંત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બનતા ઘટનાની તપાસ કરવામાં આવી હતી. આખરે કેવી રીતે પ્રભારી મંત્રીને જાણ કરવાનું રહી ગયું, આ કોની ભૂલ હતી તે અંગે તપાસ કરાશે.

ભૂલ પર ભાજપનો ખુલાસો 
ઋષિકેશ પટેલને ભૂલી જવા મામલે સાંસદ કિરીટ સોંલકીએ જણાવ્યું કે, પ્રભારી મંત્રીને આમંત્રણ આપવાનું ભૂલાયું નથી. અમારા કાર્યકર કોઈપણ સમયે બોલાવવામાં આવે તે હાજર રહે છે.


Related Posts