પ્રભાસની ‘સાલર’ દુનિયાભરમાં છવાઈ ગઈ, 500 કરોડના ક્લબમાં પહોંચશે ફિલ્મ

By: nationgujarat
28 Dec, 2023

Sacnilkના તાજા રિપોર્ટ પ્રમાણે રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર કબ્જો કરનારી સલારે પાંચમા દિવસે 24.90 કરોડ રુપિયાનું કલેક્શન કરી લીધું છે. હવે છઠ્ઠા દિવેસ સાલારે 17 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે ભારતમાં ફિલ્મે અત્યારસુધી 297.40 કરોડ રુપિયાની કમાણી કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે, સાલારે પહેલા દિવસે 90.7 કરોડ રુપિયાની જબરદસ્ત કમાણીના આંકડા સાથે ખાતું ખોલ્યું છે,

વર્લ્ડવાઈડમાં છવાય સાલાર

વર્લ્ડવાઈડ પણ ફિલ્મ સિનેમાઘરોમાં છવાઈ છે. વીકએન્ડ પર સાલારનો કારોબાર સારો થયો છે. 6 દિવસમાં ફિલ્મે વર્લ્ડવાઈડ 490.23 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે ટૂંક સમયમાં પ્રભાસનો આ એક્શન ડ્રામા 500 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે.

6 દિવસમાં 500 કરોડને નજીક

પાંચમા દિવસમાં જ્યાં સાલારે 92 કરોડ રુપિયાથી ખાતું ખોલ્યું હતુ. તો ભારતમાં ફિલ્મનો ગ્રૉસ ક્લેક્શન 330.90 કરોડ રુપિયા થઈ ચૂક્યું છે. 22 ડિસેમ્બરના રોજ સિનેમાઘરમાં આ ફિલ્મે કુલ મેળવી અનેક મોટી ફિલ્મોને ટક્કર આપી રહી છે.


Related Posts

Load more