પાકિસ્તાને ઈરાનમાં વળતો પ્રહાર કર્યો કેટલાક સ્થળો પર હુમલો કર્યો

By: nationgujarat
18 Jan, 2024

પાકિસ્તાની મીડિયા અનુસાર, આ હુમલા ઈરાનમાં BLA આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દાવો કર્યો છે કે ઈરાનની અંદર બલૂચ અલગતાવાદી આતંકવાદી જૂથો (BLF, BLA) છે જે પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. ઈરાન કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પાકિસ્તાનેહુમલાના 24 કલાક બાદ ઈરાનને જવાબ આપ્યો હતો. પાકિસ્તાન એરફોર્સે પૂર્વી ઈરાનના સરવાન શહેરમાં બલૂચ આતંકવાદી જૂથ પર હવાઈ હુમલો કર્યો છે.મંગળવારે ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડા પર હુમલો કર્યો હતો. હુમલાના 24 કલાક બાદ પાકિસ્તાને ઈરાનને જવાબ આપ્યો છે. પાકિસ્તાન એરફોર્સે પૂર્વી ઈરાનના સરવાન શહેરમાં બલૂચ આતંકવાદી જૂથ પર હવાઈ હુમલો કર્યો છે.


Related Posts