દિયોદરના ઓગડધામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન:સાંસદ ગેનીબેને સમાજનું નવું ‘બંધારણ’ જાહેર કર્યું

By: Nation Gujarat Team
04 Jan, 2026

બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે આજે (4 જાન્યુઆરી) એક વિશાળ ‘બંધારણ મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે.

આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે. છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓએ સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો છે.

‘હવે શિક્ષણનો પ્યાલો પીવાની જરૂર છે’ : અમરતજી ઠાકોર, ધારાસભ્ય કાંકરેજ

આજનો આ દિવસ એક ઔતિહાસિક દિવસ છે. આજે ઇતિહાસના પાનાં લખાશે. એક વિનંતી કરું છે કે, આ બંધારણનો અમલ આજથી જ શરૂ કરો. નક્કી કરો કે હું પહેલાં મારા ઘરમાં આનો અમલ કરીશ અને પછી પાડોશીને કહેવા જઇશ.

હવે શિક્ષણનો પ્યાલો પીવાની જરૂર છે. ઠાકોર સમાજમાં 100 ટકા શિક્ષણનો પ્યાલો પીવાશે ત્યારે, મારા સમાજનો દરેક દીકરો ધંધા-રોજગાર સાથે જોડાયેલો રહેશે.

સિંહના દાંત ગણવાવાળા ક્ષત્રિય ઠાકોર છો તમે અને ઠાકોર એકવાર જે નક્કી કરે તે મુકે નહીં. આજે 16 મુદ્દાનું જે બંધારણ રજૂ થાય છે તે આપણે પાળવાનું છે : લવીંગજી ઠાકોર

Related Posts

Load more