દશેરાએ જ ટીમ ઇન્ડિયાનો ઘોડો ન ચાલ્યો, ટીમે કરોડો લોકોનું સ્વપ્ન તોડયું, હારના કારણો

By: nationgujarat
20 Nov, 2023

વિશ્વકપમાં ભારત અજેય થઇ ફાઇનલમાં પહોંચ્યુ પણ કહેવાય છે ને કે દશેરાએ ઘોડો ચાલ્યો નહી એટલે કે ફાઇનલમાં જ ભારતના કહેવાતા સ્ટાર ખિલાડીઓ નામ પ્રમાણે પ્રદર્શન ન કર્યુ એ પછી બોલીગ હોય કે બેટીંગ. કોહલી હોય કે રોહીત કે પછી શમી હોય કે સિરાજ તે જાડેજા. જે કામ સૌરવ ગાંગુલ , મહેન્દ્રસિંહ ધોની ન કરી શક્ય તો કામ રોહીતને કરવાનું હતું પણ ટીમ સફળ ન થઇ અને ઘરઆંણણે ફાઇનલમાં હાર થતા ભારતીય  ફેન્સના દિલ તુટી ગયા. કદાચ ભારતીય ફેન્સ વધારે પડતી આશા રાખી હોય કે શું તે પણ એક કારણ જવાબદાર ગણી શકાય કારણ કે દર વખતે ફાઇનલમા સમયે ટીમ હારે છે વિશ્વનું સૌથી રૂપિયાદાર બોર્ડ અને એક એવો દેશ કે જયા ક્રિકેટના ખિલાડીઓની કતારો જોવા મળે પણ કોણ જાણે કેવુ સિલેકશન થાય છે કયા ભ્રષ્ટાચાર થાય છે તેનો અહેસાસ ફાઇનલમાં હારે પછી જ આપણને થાય છે. જો ટીમ જીતી હોત તો આપણે જ એટલા માછે ચઠાવી દીધા હોત. ગાંગુલના સમયે મળેલી હાર, ધોનીના સમયે મળેલી હાર કોહલની સમયે મળેલી હારથી ટીમ ઇન્ડિયાનું મેનેજમેન્ટ શું કરે છે કેમ કોઇ પગલા નથી લેવાતા આ રીકે ફેન્સના દિલ તુટતા રહેશે તો એક સમયે ક્રિકેટ મેચ પરથી લોકોને રસ ઉતરતો જશે. અમે જોયેલુ છે કે એક લારીમાં સીંગ વહેચતો વ્યકિત મેચ જોવા માટે લોન નહી નવો મોબાઇલ લાવ્યો અને અંતે રાત્રે માયુસ થઇને બોલ્યો કે યાર બધા પાણીમાં બેસી ગયા.. વિશ્વાસ તોડયો અમારો … ક્રિકેટ મેજેમેન્ટના સભ્યો જરા વિચારે કે એક ફેન્સની આ વેદના છે આવે દેશમાં કેટ કેટલાય ફેન્સ હશે.

ટીમ ઈન્ડિયાને રવિવારે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં જે વર્ચસ્વ સાથે પ્રદર્શન કર્યું હતું તેને ફાઇનલ મેચમાં જાળવી શકી નહીં. અમદાવાદના પીએમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના બેટર્સ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 241 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો. ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રનની અને માર્નસ લાબુશેને 110 બોલમાં 58 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ફાઇનલમાં ભારતની હાર પાછળ 5 મહત્ત્વનાં ફેક્ટર્સ રહ્યાં. તેને એક પછી એક જાણીએ –

1. રોહિતની કેરલેસ બેટિંગ
રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં જે રીતે બેટિંગ કરી છે તેવી જ રીતે બેટિંગ કરી હતી, પરંતુ જે શોટ પર તે આઉટ થયો તેને બેદરકાર કહેવામાં આવશે. પાવર-પ્લેની 9 ઓવરમાં ભારતનો સ્કોર 66/1 હતો. પાર્ટ ટાઇમ બોલર ગ્લેન મેક્સવેલે 10મી ઓવર નાખી. રોહિતે તેના પ્રથમ ત્રણ બોલમાં 10 રન બનાવ્યા હતા. તેમ છતાં ચોથા બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને આઉટ થઈ ગયો. આનાથી ભારતીય ઇનિંગ્સનો વેગ તૂટી ગયો.

2. વિરાટ ખોટા સમયે આઉટ થયો
રોહિત આઉટ થયા બાદ અય્યર 4 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ વિરાટે રાહુલ સાથે 67 રનની ભાગીદારી કરી. આ બંને ટીમને મોટા સ્કોર તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે વિરાટ પેટ કમિન્સના બોલ પર પ્લેડ-ઓન થયો. અહીંથી ભારતીય ઇનિંગ અટકી ગઈ અને પાછળથી આવેલા બેટ્ર્સ ખૂલીને રમી શક્યા નહીં.

3. રાહુલની ધીમી બેટિંગ
કોહલીની વિકેટ પડવાને કારણે કેએલ રાહુલ દબાણમાં આવી ગયો અને વિકેટ બચાવવા માટે તે ધીમે રમવા લાગ્યો. મિડલ ઓવરોમાં 97 બોલ સુધી કોઈ બાઉન્ડ્રી આવી નહોતી. કેએલ રાહુલે 61.68ની સ્ટ્રાઈક રેટથી 107 બોલમાં 66 રન બનાવ્યા. તેણે માત્ર એક ચોગ્ગો માર્યો હતો.

4. બોલિંગ અને ફિલ્ડિંગમાં અટેક ન કર્યો
241 રનના નાના સ્કોરનો પીછો કરવા ઊતરેલી ટીમ ઈન્ડિયાનો પાવરપ્લેમાં દબદબો રહ્યો હતો. શમીએ પોતાની પહેલી જ ઓવરમાં ડેવિડ વોર્નરની વિકેટ લીધી. ત્યારબાદ બુમરાહે પાવરપ્લેમાં મિશેલ માર્શ અને સ્ટીવ સ્મિથને આઉટ કર્યા હતા. પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 60 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી રોહિત શર્માએ બોલિંગ અને ફિલ્ડિંગથી અટેક ઓછું કર્યું.

ઝાકળથી બચવા રોહિતે પાવરપ્લે પછી જાડેજા અને કુલદીપને 6 ઓવર કરાવી. અહીં હેડ અને લેબુશેનને આંખ જમાવવાની તક મળી ગઈ. બંનેએ સદીની ભાગીદારી કરીને મેચ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં ફેરવી દીધી.


Related Posts

Load more