તૃપ્તિ ડિમરીનું નસીબ Animal Movie પછી બદલાયું, તેને મળી રહી છે ઘણી GIFT

By: nationgujarat
12 Dec, 2023

Animal Movie બોલીવુડના ઘણા મોટા કલાકારોની કિસ્મત બદલી નાખી છે. રણબીર કપૂરના કરિયરની આ સૌથી મોટી હિટ ફિલ્મ છે જ્યારે બોબી દેઓલે વિલન તરીકે અત્યાર સુધીની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી છે. એનિમલની અભિનેત્રીનું ભાગ્ય પણ બદલાઈ ગયું છે. આ અભિનેત્રીનું નામ તૃપ્તિ ડિમરી છે. તેણે એનિમલમાં ઝોયાનું પાત્ર ભજવ્યું હતું. જોકે આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીની ભૂમિકા ઈન્ટરવલ પછીની હતી. પરંતુ તેનો રોલ દર્શકોને ઘણો પસંદ આવ્યો છે.

તૃપ્તિ ડિમરીને એનિમલમાં જોઈને લોકો હવે તેને નેશનલ ક્રશ કહેવા લાગ્યા છે. ફિલ્મમાં તેની સફળતા જોઈને ચાહકો તૃપ્તિ ડિમરીને સતત ગિફ્ટ મોકલી રહ્યા છે. કેટલાક એક્ટ્રેસને કેક મોકલી રહ્યાં છે તો કેટલાક ગુલાબ મોકલી રહ્યાં છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તૃપ્તિ ડિમરીની એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કેક કાપતી જોવા મળી રહી છે. આ સાથે જ તેમની સામે ગુલાબના ફૂલ પણ દેખાય છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે ફેન્સનો આભાર પણ માન્યો છે.

તૃપ્તિ દિમરીએ આ કેક સોશિયલ મીડિયા પર વધી રહેલા 3 મિલિયન ફોલોઅર્સ પર કાપી છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસના ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ કરીને પણ તમારો પ્રતિભાવ આપો. તમને જણાવી દઈએ કે લોકોએ એનિમલમાં તૃપ્તિ ડિમરીને એટલી પસંદ કરી કે ફિલ્મ રિલીઝ થયાના થોડા જ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર તેના 3 મિલિયન ફોલોઅર્સ વધી ગયા છે. આ જોઈને તૃપ્તિ ડિમરી ખૂબ જ ઉત્સાહિત છે.


Related Posts

Load more