તીરૂપતી બાલાજી મંદિરે પહોંચ્યા અક્ષર અને પંત

By: nationgujarat
03 Nov, 2023

તીરૂપતી બાલાજી મંદિરે મોટી હસ્તીઓ દર્શન કરવા અવાર નવાર જતા હોય છે ત્યારે હાલ વિશ્વકપ ભારતમાં ચાલી રહ્યો અને ટીમ ઇન્ડિયા સતત સારુ પ્રદર્શન કરી રહી છે. ત્યારે ક્રિકેટ ફેન્સ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. ક્રિકેટર રૂષભ પંત અને અક્ષર પટેલ તીરુપતી બાલાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. બંને ખિલાડીઓને મંદિરે જોઇ તેમના ફેન્સ પણ તેમની સાથે ફોટા પડાવવા પહોચી ગયા હતા. બંને ખિલાડીઓને એક સાથે ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 30 ડિસેમ્બરના રોજ દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતો રૂષભ પંત  ત્યારે કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ઋષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમની સારવાર લાંબા સમય સુધી હોસ્પિટલમાં ચાલી હતી. જોકે હવે રિષભ પંત ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. રિષભ પંત પણ સમયાંતરે સોશિયલ મીડિયા પર વર્કઆઉટ કરતો જોવા મળે છે. તાજેતરમાં, તેણે તેના જીમનો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે ટ્રેડમિલ પર કસરત કરતી જોવા મળ્યો હતો.

પંતની સાથે તેના સાથી ખેલાડી અને ટીમ ઈન્ડિયાના શાનદાર સ્પિનર ​​અક્ષર પટેલ પણ તિરુપતિ બાલાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે અક્ષર પટેલ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે ક્રિકેટથી દૂર રહે છે. રિષભ પંત અને અક્ષર પટેલ પહેલા પણ ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ભગવાનનું શરણ લઈ રહ્યા છે. આ વર્ષે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી તેની પત્ની સાથે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર દર્શન કરવા પહોંચ્યો હતો.


Related Posts

Load more