ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બન્યો

By: nationgujarat
04 Sep, 2023

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. તેમની પત્ની અને પ્રખ્યાત સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશનને એક પુત્રને જન્મ આપ્યો છે. બુમરાહ એશિયા કપ 2023માં ભાગ લઈ રહ્યો છે. પરંતુ સોમવારે તેઓ ત્રણ દિવસ માટે મુંબઈ જવા રવાના થયા હતા. વાસ્તવમાં બુમરાહ પોતાના પુત્રના જન્મ માટે જ મુંબઈ ગયો હતો. તે ત્રણ દિવસમાં ફરી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. આજે એશિયા કપ 2023માં ભારતને નેપાળનો સામનો કરવો પડશે અને બુમરાહ આ મેચમાં ભાગ લઈ શકશે નહીં. બુમરાહે સોશિયલ મીડિયા પર પોતાની, સંજના અને પુત્ર અંગદની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતી વખતે તેણે પોતાના પુત્રનું નામ પણ જણાવ્યું છે.બુમરાહ અને સંજનાએ પોતાના પુત્રનું નામ અંગદ જસપ્રીત બુમરાહ રાખ્યું છે. આ ફોટો શેર કરતી વખતે બુમરાહે લખ્યું, ‘અમારો નાનો પરિવાર થોડો મોટો થયો છે. અમે ખૂબ જ ખુશ છીએ, સવારે અમે અમારા પરિવારમાં અમારા પુત્રનું સ્વાગત કર્યું. અંગદ જસપ્રીત બુમરાહ. અમે ખૂબ, ખૂબ ખુશ છીએ.


Related Posts