ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિયાહસ, મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં હરાવી

By: nationgujarat
24 Dec, 2023

વાત આવે ક્રિકેટની તો ભારતીય મહિલા ટીમ પણ પુરુષ ક્રિકેટ ટીમ કરતા કાંઈ ઓછી નથી, 24 ડિસેમ્બર 2023ના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને ટેસ્ટ ક્રિકેટમાં હાર આપી છે. 46 વર્ષથી ભારતીય ક્રિકેટ આ વાતની રાહ જોઈ રહ્યું હતુ. પુરુષ ટીમતો આ કામ કરવામાં સફળ રહી હતી પરંતુ આ પહેલી વખત છે જ્યારે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમની જીત થઈ છે.

46 વર્ષમાં માત્ર 11 ટેસ્ટ મેચ બંન્ને ટીમ વચ્ચે રમાઈ

તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વર્ષ 1977થી જ ટેસ્ટ ક્રિકેટ રમવાની શરુ થઈ હતી. બંન્ને દેશો વચ્ચે ટેસ્ટ મેચ વધુ સંખ્યામાં રમાય નથી. 1977થી એટલે કે, 46 વર્ષમાં માત્ર 12 ટેસ્ટ મેચ બંન્ને ટીમ વચ્ચે રમાઈ છે. જેમાં ભારતે હવે જીત મેળવી છે. આ પહેલા રમાયેલી 11 ટેસ્ટ મેચમાં 4 ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે જીતી હતી જ્યારે 6 મેચ ડ્રો રહી હતી.તેમાંથી એકમાં ભારતે જીત મેળવી છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સરળતાથી 75 રનનો ટાર્ગેટ પૂર્ણ કર્યો

મુંબઈ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિગ્સ 261 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ત્રીજા દિવસે સ્કોર 28 રન જ કરી શકી હતી અને 5 વિકેટ ગુમાવી હતી. આમ ભારતીય મહિલા ટીમને જીત માટે 75 રનનો લક્ષ્ય મળ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટે આ ઐતિહાસિક જીત 2 વિકેટ ગુમાવી મેળવી લીધી છે. પહેલી ઈનિગ્સમાં 74 રનમાં આઉટ થનારી સ્મૃતિ માંધના બીજી ઈનિગ્સમાં 38 રન બનાવી અણનમ રહી હતી. તેમણે ટીમને જીત અપવવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.


Related Posts

Load more