ચંદ્રયાન-3ને લઈને ગુડ ન્યૂઝ આવ્યા, કઇ તરફ આગળ વધી રહ્યુ છે જાણો

By: nationgujarat
01 Aug, 2023

ચંદ્રયાન-3 મિશનને લઈને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ સમગ્ર દેશને મોટી ખુશખબર આપી છે. ઈસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષા છોડી દીધી છે અને હવે તે ચંદ્ર તરફ ઉડાન ભરી રહ્યું છે. ઈસરોએ 14 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું.

ઈસરોએ જણાવ્યું છે કે, ચંદ્રયાન-3 મિશને લોન્ચિંગના 19 દિવસની અંદર પૃથ્વીની ચારેતરફ પોતાની પરિક્રમા પુરી કરી લીધી છે. ચંદ્રયાન-3 હવે ચાંદ તરફ આગળ વધી રહ્યું છે. ઈસરોએ એ પણ જણાવ્યું છે કે, તેનો આગામી પડાવ ચાંદ છે. અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે પાંચ ઓગસ્ટ 2023ને લૂનર ઓર્બિટ ઈંસરશનની યોજના છે.

ચંદ્રયાન-3 મિશનને લઈને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ સમગ્ર દેશને મોટી ખુશખબર આપી છે. ઈસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષા છોડી દીધી છે અને હવે તે ચંદ્ર તરફ ઉડાન ભરી રહ્યું છે. ઈસરોએ 14 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું.

લેંડર અને રોવર ચાંદના સાઉથ પોલ પર ઉતરશે અને 14 દિવસ સુધી કેટલાય પ્રયોગો કરશે. જ્યારે પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની સપાટીમાં રહીને ધરતી પરથી આવતા રેડિએશન્સને શોધશે. હવે ચંદ્રયાન 5 ઓગસ્ટે ચાંદની ઓર્બિટમાં પહોંશે. ઈસરોએ જણાવ્યું હતું કે, ચંદ્રયાનની 23 ઓગસ્ટ 2023ના રોજ ચાંદની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ થશે.

Related Posts