ચંદ્રયાન-3નું સફળ લોન્ચ:16 મિનિટ પછી ઓર્બિટમાં પહોંચશે

By: nationgujarat
14 Jul, 2023

 

ચંદ્રયાન-2ના લોન્ચિંગના 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી ભારત આજે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરાયું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2.35 કલાકે LVM3-M4 રોકેટ દ્વારા તેને અવકાશમાં મોકલવામાં આવ્યું. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ મિશન કંટ્રોલ પર હાજર રહ્યા હતાં.ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લગભગ 40 દિવસ પછી એટલે કે 23 કે 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતાં રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા, ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે, માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે.


Related Posts