ઘરે પરત ફરી રહ્યો છું…. જસપ્રિત બુમરાહની ભાવુક પોસ્ટ

By: nationgujarat
18 Jul, 2023

વિશ્વકપ નજીક છે અને ટીમને ખાસ જરૂર છે તેવા બોલરમાં જસપ્રિતનું નામ પહેલા આવે છે જો કે બુમરાહ ઇજાગ્રસ્ત હોવાથી ઘણા સમયથી ટીમ બહાર હતો પરંતુ સોશિયલ મીડિયાનો એક ઇશારાએ ક્રિકેટ ફેન્સમાં એક આશા જગાવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ છેલ્લા કેટલાક સમયથી જે ખેલાડીની ફિટનેસને લઈને સતત રાહ જોઈ રહ્યા હતા તે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છે. તેઓએ પોતાની વાપસીને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને સાથે મોટું અપડેટ આપ્યું છે. બુમરાહ સપ્ટેમ્બર 2022થી મેદાન પર પરત ફર્યા નથી. તેઓ બેક સ્ટ્રેસની સમસ્યાના કારણે બ્રેક પર હતા. જસપ્રીત બુમરાહે મુશ્કેલીને દૂર કરવા માટે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. આ સમયે તે રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીમાં રિહૈબની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેમના પરત આવવાને લઈને અનેક શક્યતાઓ જોવા મળી રહી હતી કે એશિયા કપમાં તે પરત જોવા મળશે. હાલમાં તેઓએ પોતે એક પોસ્ટ શેર કરી છે અને તેને લઈને અપડેટ આપ્યું છે.બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં અનેક ફોટો છે. તેમાં તે બોલિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટની સાથે બુમરાહે લખ્યું કે હું ઘરે પરત આવી રહ્યો છું. તેનાથી સમજી શકાય છે કે આયરલેન્ડની સામે ટી20 સીરિઝમાં બુમરાહની વાપસી જોવા મળી શકે છે. આયરલેન્ડની સામે જો બુમરાહ કમબેક કરે છે તો આ પછી એશિયા કપના સમયે તેમની ફિટનેસને યોગ્ય રીતે પરખવાનો ટીમ મેનેજમેન્ટને ચાન્સ મળશે. એવામાં જો બુમરાહ એશિયા કપમાં સારું પ્રદર્શન કરે છે તો વનડે વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને ઘણી રાહત મળશે. તેનાથી ટીમની બોલિંગ મજબૂત બનશે તે નક્કી છે. તેમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પહેલાથી હાજર છે.


Related Posts