ગુજરાત માટે કેવું રહેશે આગામી અઠવાડિયું? હવામાન વિભાગે વરસાદ-ગરમીની કરી આગાહી

By: nationgujarat
13 Sep, 2024

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ શાંત છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અને ગરમીને લઈને આગાહી કરી છે. રાજ્યમાં અત્યારસુધી સિઝનના સામાન્ય વરસાદ કરતાં 48 ટકા  વધુ વરસાદ નોંધાયો છે. તેવામાં રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની તીવ્રતા ઘટતી હોવાથી ભારે વરસાદની આગાહી નથી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની તીવ્રતા ઘટતી હોવાથી ભારે વરસાદની આગાહી નથી. જો કે, રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ રહી શકે છે. છેલ્લા 24 કલાકની અંદરમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે આગામી 24 કલાકમાં ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડી શકે છે.


Related Posts

Load more