ગુજરાતમાં થોડા સમયમાં 3જી વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે.

By: nationgujarat
21 Sep, 2023

અત્યાર સુધીમાં દેશમાં વિવિધ આંતરરાજ્ય માર્ગો પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસીના રૂટ પર શરૂ કરાઇ હતી. આ પછી રેલવેએ નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, ગાંધીનગર-મુંબઈ, નવી દિલ્હી-અંબ અંદૌરા, ચેન્નઈ-મૈસુર, નાગપુર-બિલાસપુર, હાવડા-ન્યૂ જલપાઈગુડી, સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ, મુંબઈ-સોલાપુર, મુંબઈ-સાઈનગર શિરડી અને દિલ્હી-ભોપાલ રૂટ પર શરૂ કરાઇ હતી. જે બાદ હવે ગુજરાતનો વારો આવ્યો છે. ગુજરાતમાં થોડા સમયમાં 3જી વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે.

માહિતી મુજબ અમદાવાદ જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેનનું હાલ ટ્રાયલ ચાલુ થવા જઈ રહ્યું છે. આજે આ ટ્રાયલ ચાલુ કરવામાં અવસે તેવી માહિતી મળી છે. ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત ટ્રેન જે અમદાવાદ અને જામનગર વચ્ચે શરૂ કરવામાં અવશે. આવતા સમયમાં લાગી રહ્યું છે કે ભારતના દરેક રુટ પણ વંદે ભારત ટ્રેન ચાલુ થઈ શકે છે. હાલ આ ટ્રેન જે અમદાવાદ જામનગર વચ્ચે ચાલશે તે અંદાજે તારીખ 24મી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. સાથે 24મીએ વડાપ્રધાન વર્ચ્યુલી ટ્રેનને પ્રસ્થાન કરાવે તેવી સંભાવના લાગી રહી છે.

 


Related Posts