ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1500થી વધુ પોસ્ટની ભરતીની જાહેરાત

By: nationgujarat
10 Nov, 2023

સરકારી નોકરી કરવા માંગતા વિદ્યાર્થીઓ  માટે સારા સમચાર સરકારે બમ્પર ભરતી જાહેરત કરી છે.

ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1500થી વધુ પોસ્ટની ભરતીની જાહેરાત

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1500થી વધુ પોસ્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સર્વેયર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, થેરાપીસ્ટ, વર્ક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, તાંત્રિક મદદનીશ, ગ્રાફિક ડિઝાઇનર ,મશીન ઓવરશીયર, વાયરમેન, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ ની ભરતી થશે. સર્વેયર બાદ વર્ક આસિસ્ટન્ટની સૌથી વધુ 574 પોસ્ટની ભરતી થશે. તારીખ 17 મી નવેમ્બર બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન અરજી થઈ શકશે. આ અરજી તારીખ 2 ડિસેમ્બર મોડી રાત્રિના 12:00 વાગ્યા સુધી કરી શકાશે. ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર તમામ માહિતી ઉપલબ્ધ છે.


Related Posts

Load more