ખેડામાં જે ભળતી સિરપથી 5 લોકો મર્યા તે ખરેખર શું છે?

By: nationgujarat
30 Nov, 2023

દવાઓની જૈવિક અસરકારકતામાં દવાનો ડોઝ અને દવા આપવાની રીત અને રુટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દવાઓની ઇચ્છિત જૈવિક અસરો પ્રાપ્ત કરવા માટે યોગ્ય ડોઝ સ્વરૂપોની પસંદગી અને ડ્રગ એડમિનિસ્ટ્રેશનની એટલે કે શરીરમાં દવા દાખલ કરવાની પદ્ધતિ તેમજ તે કેટલી વખત આપવામાં આવે છે તે પણ મહત્વનું છે.

કલ્પના એટલે શું?

આયુર્વેદમાં, ‘કલ્પના’ શબ્દનો ઉપયોગ દવા આપવાનાં વિવિધ સ્વરૂપોનો ઉલ્લેખ કરવા માટે થાય છે, એટલે કે પ્રવાહી, અર્ધ ઘન (semi solid)  અને ઘન (solid) કલ્ક, ક્વાથ, વટી, ભસ્મ, આસવા/અરિષ્ટ, ચુર્ણ, વગેરે આયુર્વેદ સારવારમાં મુખ્યત્વે દવાઓના આંતરિક વહીવટ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ ડોઝ સ્વરૂપો છે.

આસવ અને અરિસ્ટ, એ પણ બે મહત્વપૂર્ણ આયુર્વેદિક ફોર્મ્યુલેશન, વિવિધ રોગોની સારવાર માટે 3000 થી વધુ વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. તેઓ અસરકારક, સ્વાદિષ્ટ, સ્થિર અને સૌથી અગત્યનું છે, તેમની મોટે ભાગે શરીર પર કોઈ આડઅસર થતી નથી.

પરંતુ ખેડામાં 5 લોકોનાં શંકાસ્પદ પીણું પીને થયેલ મોતનાં કિસ્સામાં વપરાયેલ પીણું આસવ અરિષ્ટનાં બદલે કોઈ ભળતું પ્રવાહી હતું. એક ગાઈડલાઇન પ્રમાણે આસવ અરિષ્ટમાં 12% v/v થી વધારે આલ્કોહોલ ન વાપરી શકાય. આ પીણું મેઘાસવ નામે પીવાતું હતું જેમાં આલ્કોહોલ એટલે કે દારૂનું પ્રમાણ તેનાથી વધારે હોવાનું અનુમાન લગાવી શકાય છે.આલ્કોહોલ બનાવવા માટેની પદ્ધતિનાં અંતે  કેમીસ્ટોના જણાવ્યા અનુસાર ઇથઇલ આલ્કોહૉલ બને છે પરંતુ જો તેનાં બદલે મીથાઇલ  આલ્કોહોલ બને તો તે જોખમી સાબિત થઈ શકે છે. આલ્કોહોલ બે જાતનાં હોય છે.ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઈલ આલ્કોહોલ.પીવામાં જે વપરાય છે તે ઇથાઇલ આલ્કોહોલ હોય છે જે નુકશાનકારક નથી.પણ મિથાઇલ આલ્કોહોલ પીવા માટે કોઈ હિસાબે યોગ્ય નથી.સ્પીરીટ માં મિથાઇલ આલ્કોહોલ હોય છે જેથી તે કોઇ પી શકતું નથી.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં અધિકારીએ આ મામલે કહ્યું હતું કે માત્ર મિથેનોલનાં કારણે તો આંખો જાય પણ આ પીણાંનાં કારણે મોત થયા છે અને માટે તેમાં મિથેનોલ સિવાય બીજું કોઈ કેમિકલ ભેળવ્યું હોવાની પણ આશંકા છે.

બિઝનેસનાં જાણકારો હોય છે તે સ્પીરીટ,વારનીશમાં જે મિથાઇલ આલ્કોહોલ હોય છે તેને ફાડી નાખે છે એટલે તે મિથાઇલમાંથી ઇથાઇલ આલ્કોહોલ બની જાય છે.અને તે પી શકાય એવું હોય છે. પરંતુ જ્યારે આ આવી પ્રક્રિયા કરવામાં કોઇ ખામી રહી જાય છે ત્યારે લોકો મિથાઇલ આલ્કોહોલ પીવે છે જેને દેશી ભાષામાં લઠ્ઠો કહે છે અને પરિણામને લઠ્ઠાકાંડ કહેવાય છે. આવો દારૂ પીવાથી કદાચ જીવ તો બચી જાય પણ આંખની રોશની કાયમ માટે જતી રહે છે.અરિષ્ટ અને આસવ પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિના સ્વ-નિર્મિત હર્બલ (દવાઓથી લાવવામાં આવેલ) આથો (fermantation) છે. તે આલ્કોહોલિક દવાઓ છે જે હર્બલ જ્યુસ અથવા તેના ઉકાળોને ઉપરથી ઉમેરવામાં આવેલી શર્કરા સાથે આથો આપીને તૈયાર કરવામાં આવે છે. અરિષ્ટ ઉકળતા પાણીમાં જડીબુટ્ટીઓના ઉકાળોમાંથી બનાવવામાં આવે છે. તાજા હર્બલ રસના આથો આપીને તૈયાર કરવામાં આવે છે.

ઉકાળાને આથો લાવીને તૈયાર કરવામાં આવતા મિશ્રણને અરિષ્ટ કહેવામાં આવે છે, જ્યારે ઉકાળાને આથો લાવ્યા વિના તૈયાર કરવામાં આવેલા મિશ્રણને આસવ કહેવામાં આવે છે. આચાર્ય શારંગધરે વિવિધ આસવ અને અરિષ્ટોની બનાવવાની પદ્ધતિ અને ગુણધર્મોનું વર્ણન કર્યું છે. ભૈષજ્ય રત્નાવલી, જેને આયુર્વેદના ઉપચારાત્મક સૂચક ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિવિધ રોગોની સારવાર માટે 40 થી વધુ સંયોજનોનો ઉલ્લેખ કરે છે.


Related Posts