આ 6 ફાયદા માટે ગરમીના દિવસોમાં રોજ ખાવી જોઈએ કાચી કેરી

By: nationgujarat
18 Apr, 2024

ગરમીની શરૂઆત થાય એટલે લોકો કેરીની રાહ જોવા લાગે છે. ઉનાળા દરમિયાન પાકી કેરી જેટલી ખવાય છે એટલા જ પ્રમાણમાં કાચી કેરી પણ ખવાતી હોય છે. મીઠી મીઠી કેરીનો સ્વાદ માણવાની સાથે લોકો કાચી કેરીના અથાણા, ચટણી સહિતની વાનગીનો પણ સ્વાદ માણે છે. કાચી કેરી ફક્ત સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખાવી જોઈએ. ઉનાળા દરમ્યાન કાચી કેરી ખાવાથી શરીરને છ જબરદસ્ત ફાયદા થાય છે. જો તમને આ ફાયદા વિશે ખબર ન હોય તો ચાલો તમને જણાવીએ.

કાચી કેરીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. ગરમીના દિવસોમાં કાચી કેરી ખાવાથી શરીરને આ પોષક તત્વો મળે છે. જેના કારણે ઘણી બધી સમસ્યાઓથી છુટકારો પણ મળે છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં કાચી કેરી ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.

કાચી કેરી ખાવાના ફાયદા 

– કાચી કેરીમાં ફાઇબર હોય છે જે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. તેનાથી કબજિયાત, અપચો અને પેટ ફુલવા જેવી સમસ્યાથી મુક્તિ મળે છે.

– વિટામીન સીથી ભરપૂર કાચી કેરી ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. તેનાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાથી પણ બચી જવાય છે

 કાચી કેરીમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર વધારે. ઉનાળામાં તેનું સેવન કરવાથી વધતા વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

– વિટામીન એ અને સીથી ભરપૂર કાચી કેરી ખાવાથી સ્કીન અને વાળને ફાયદો થાય છે. તેનાથી ત્વચા હાઈડ્રેટ રહે છે. કાચી કેરી ખાવાથી ખીલ અને વાળ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

– વિટામીન એથી ભરપૂર કાચી કેરી આંખ માટે પણ સારી ગણાય છે. તે આંખની રોશની વધારે છે અને મોતિયા જેવી બીમારીથી બચાવવામાં મદદ કરે છે.


Related Posts

Load more