નાગઢ: આવતીકાલે બપોરે 2 થી 5 વાગ્યા સુધી નીટ (NEET)ની પરીક્ષાનું આયોજન સેન્ટ્રલ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સોરઠના તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોમાં વિશેષ વિદ્યાર્થીલક્ષી સુવિધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેથી મુક્ત અને શાંત વાતાવરણમાં પ્રત્યેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે.
NEETની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ: આવતી કાલે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓની કારકિર્દીલક્ષી NEETની પરીક્ષાનું આયોજન થયું છે. સોરઠમાં તમામ પ્રકારની તૈયારીઓ કે જેમાં પરીક્ષા કેન્દ્રથી લઈને વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ અને દૂરના ગામથી આવતા પરીક્ષાર્થીઓને જૂનાગઢ અને સોમનાથ શહેરના પૂર્ણ વિસ્તારોમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ખૂબ જ સ્વસ્થ વાતાવરણમાં તમામ પરીક્ષાર્થીઓ પોતાની કારકિર્દીની મહત્વપૂર્ણ ગણાતી આ પરીક્ષા એકદમ શાંત ચિત્તે અને સ્વસ્થ્ય વાતાવરણમાં આપી શકે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં પરીક્ષા કેન્દ્રની નજીક પ્રતિબંધાત્મક આદેશ અને વિદ્યાર્થી લક્ષી સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સોરઠના 14 પરીક્ષા કેન્દ્ર પર 3,819 પરીક્ષાર્થીઓ: આવતીકાલે આયોજિત થનાર NEETની પરીક્ષામાં જૂનાગઢ અને સોમનાથના મળીને કુલ 14 પરીક્ષાર્થી પરીક્ષા કેન્દ્ર પર 3,819 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષાઓ આપશે. પરીક્ષા કેન્દ્રોમાં ડે. કલેકટર કક્ષાના અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે જેનું સેન્ટ્રલ નિરીક્ષણ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવશે.
જિલ્લો | પરીક્ષા કેન્દ્ર | પરીક્ષાર્થી |
જૂનાગઢ | 9 | 2,472 |
સોમનાથ | 5 | 1,347 |
કુલ | 14 | 3,819 |
પરીક્ષા કેન્દ્રની આસપાસ પ્રતિબંધાત્મક આદેશ: પરીક્ષા કેન્દ્રની આસપાસ સવારે 10:00 વાગ્યાથી લઈને સાંજના 5:00 વાગ્યા સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યા છે.