આવતીકાલથી આ નિયમો બદલાઇ જશે જાણી લો આ નિયમ

By: nationgujarat
31 Aug, 2023

આવતીકાલથી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. 1લી સપ્ટેમ્બર 2023 (1st September 2023) થી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ગેસ સિલિન્ડર (LPG Price)થી લઈને કર્મચારીઓના પગાર અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે. તો તમારે 1લી તારીખ પહેલા જાણી લેવું જોઈએ કે કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે-1. કર્મચારીઓના પગારમાં વધારો થશે
1 સપ્ટેમ્બરથી નોકરી કરતા લોકોના જીવનમાં મોટો બદલાવ આવવાનો છે. 1લીથી કર્મચારીઓના પગારના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ નવા નિયમો હેઠળ ટેક હોમ સેલરી વધશે. આનાથી એવા કર્મચારીઓને ફાયદો થશે જેમને એમ્પ્લોયર વતી રહેવા માટે ઘર મળ્યું છે અને તેમના પગારમાંથી થોડી કપાત કરવામાં આવે છે. આવતીકાલથી ભાડા-મુક્ત રહેઠાણ (Rent-Free Accommodation) સંબંધિત નિયમોમાં ફેરફાર થશે.

2. એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ
1 સપ્ટેમ્બરથી એક્સિસ બેંક (Axis Bank) ના જાણિતા મેગ્નસ ક્રેડિટ કાર્ડમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારો પછી ગ્રાહકોને પહેલા કરતા ઓછા રિવોર્ડ પોઈન્ટ મળશે. આ સાથે ગ્રાહકો આવતા મહિનાથી કેટલાક ટ્રાન્ઝેક્શન પર વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકશે નહીં. આ સાથે ગ્રાહકોએ પહેલી તારીખથી વાર્ષિક ફી પણ ભરવાની રહેશે.

3. LPG થી લઇને સીએનજીના જાહેર થશે નવા ભાવ 
આ સાથે ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર, CNG અને PNGની કિંમતોમાં સુધારો કરે છે. માનવામાં આવે છે કે આ વખતે CNG-PNGના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

4. બેંકો 16 દિવસ બંધ રહેશે
આ સિવાય આવતા મહિને બેંકોમાં સંપૂર્ણ 16 દિવસની રજા રહેશે, તેથી તમારે લિસ્ટ જોયા પછી જ પ્લાનિંગ કરવું જોઈએ. RBI દ્વારા દર મહિને બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે. આ રજાઓ વિવિધ રાજ્યો અનુસાર હોય છે, તેથી તમારે તે મુજબ બેંક શાખાની મુલાકાત લેવાનું આયોજન કરવું જોઈએ.

5. IPO લિસ્ટિંગના દિવસો ઘટશે
IPO લિસ્ટિંગને લઈને સેબીએ મોટું પગલું ભર્યું છે. સેબી 1 સપ્ટેમ્બરથી IPO લિસ્ટિંગના દિવસો ઘટાડવા જઈ રહી છે. શેરબજારોમાં શેરના લિસ્ટિંગની સમય મર્યાદા અડધી એટલે કે ત્રણ દિવસની કરવામાં આવી છે. SEBI અનુસાર, IPO બંધ થયા પછી સિક્યોરિટીઝના લિસ્ટિંગ માટે લાગતો સમય 6 કામકાજના દિવસો (T+6 દિવસ) થી ઘટાડીને ત્રણ કામકાજના દિવસો (T+3 દિવસ) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં ‘T’ એ ઈશ્યુ બંધ કરવાની છેલ્લી તારીખ છે.


Related Posts

Load more