આજે રાત સુધીમાં કરી લો આ ઉપાય, શ્રીકૃષ્ણના આશીર્વાદથી પ્રાપ્ત કરશો પ્રેમ, પૈસો અને પ્રસિદ્ધિ

By: nationgujarat
07 Sep, 2023

શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની રાત્રે રોહિણી નક્ષત્રમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તેથી દર વર્ષે આઠમના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસે વ્રત કરવામાં આવે છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરાય છે. ગોકુલ, મથુરા સહિત દેશમાં આવેલા મોટા કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો આ દિવસ ઈચ્છાપૂર્તિ માટે શ્રેષ્ઠ દિવસ છે. જન્માષ્ટમીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરીને તમે પ્રેમ, પૈસો અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.

1. જો તમે આર્થિક સંકટમાં ફસાયેલા છો તો જન્માષ્ટમીના દિવસે રાધાકૃષ્ણ મંદિરમાં જઈને ભગવાન શ્રીકૃષ્ણને પીળા ફૂલની માળા અર્પણ કરો. ત્યાર પછી અષ્ટ દશાક્ષર મંત્રનો જાપ કરો.

2. જો તમે ધનપ્રાપ્તિ કરવા ઈચ્છો છો અને સમાજમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો કૃષ્ણ મંદિરમાં જઈને પીળા રંગના કપડા, પીળા ફળ, અનાજ અને પીળા રંગની મીઠાઈનું દાન કરો. સાથે જ જન્માષ્ટમીની રાત્રે ક્લીમ કૃષ્ણાય સ્વાહા મંત્રનો જાપ કરવો

3. જો તમારી પાસે ધન આવતું હોય પણ ટકતું ન હોય તો જન્માષ્ટમીની રાત્રે 12:00 વાગે લાલ કપડા પહેરી એકાંતમાં બેસીને 10 લક્ષ્મી કારક કોડીને સિંદૂરથી રંગો. ત્યાર પછી તેલનો દીવો કરો અને ક્લીંમ કૃષ્ણાય ગોપીજન વલ્લભાય સ્વાહા મંત્રની પાંચ માળા કરો. ત્યાર પછી કોડીને પૂજામાં રાખી મૂકો અને સવારે સ્નાન કર્યા પછી તેને તિજોરીમાં રાખી દો.

4. જો તમે સમાજમાં પ્રસિદ્ધિ મેળવવા માંગો છો તો ભગવાન શ્રીકૃષ્ણને ચોખાની ખીર બનાવીને ધરાવો. આ ખીરમાં થોડું કેસર પણ ઉમેરો.

5. ઘરમાં સુખ શાંતિ વધે અને કલેશ દૂર થાય તે માટે જન્માષ્ટમીના દિવસે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવી. જેમાં ભગવાનનો અભિષેક શંખમાં જલ ભરીને કરો. ત્યાર પછી ભગવાનને માખણ મિસરી ધરાવો અને શ્રીં હ્રીં ક્લીં કૃષ્ણાય ગોવિંદાય સ્વાહા મંત્રનો જાપ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more