આજથી મળશે વર્લ્ડ કપની ટિકિટ:ભારતની મેચની ટિકિટ 30 ઓગસ્ટથી ખરીદી શકશો

By: nationgujarat
25 Aug, 2023

ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપની ટિકિટ આજે રાત્રે 8 વાગ્યાથી ઉપલબ્ધ થશે. https://tickets.cricketworldcup.com પર જઈને ટિકિટ બુક કરી શકશો. હાલ ભારતની મેચની ટિકિટ મળશે નહીં. આ માટે 30 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે. ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટ 15 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. ટિકિટ મેળવવા માટે ચાહકોએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી અમદાવાદમાં શરૂ થશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. ભારતીય ટીમ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે અને 3 ઓક્ટોબરે નેધરલેન્ડ્સ સામે તેની પ્રેક્ટિસ મેચ રમશે.14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન મેચ
વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. પહેલા આ મેચ 15 ઓક્ટોબરથી રમાવાની હતી, પરંતુ આ દિવસથી નવરાત્રિ શરૂ થવાને કારણે ભારત-પાકિસ્તાનની મેચ સહિત 9 મેચની તારીખ બદલવામાં આવી હતી.


Related Posts