આજથી આ 5 ફેરફાર લાગુ પડશે જે તમને સીધી અસર

By: nationgujarat
01 Aug, 2023

1st August 2023 : દર મહિનાના પહેલા દિવસે દેશમાં ઘણા ફેરફારો લાગુ કરાય છે. જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે. આજથી થી ઓગસ્ટ મહિનો શરૂ થયો છે.  દેશમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો (LPG Price)થી લઈને ક્રેડિટ કાર્ડ અને આવકવેરા રિટર્ન ફાઇલિંગ (ITR Filing) સુધી ઘણી વસ્તુઓ બદલાવા જઈ રહી છે. આ તમામની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. જેની સીધી અસર સામાન્ય માણસને થશે.

એલપીજી સિલિન્ડરની કિંમત

તમને ખબર જ હશે કે  દર મહિનાની 1 અને 16 તારીખે સમીક્ષા બાદ સરકારી તેલ કંપનીઓ  તેલ અને ગેસ વિતરણ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. આજે એટલે કે 1 ઓગસ્ટ2023 એ પણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. છેલ્લા મહિનાની વાત કરીએ તો 1 જુલાઈ 2023 ના રોજ તેમની કિંમતોમાં કોઈ ફેરફાર થયો ન હતો.

જુલાઈ મહિનામાં પહેલી નહિ પણ 4 જુલાઈએ ભાવ અપડેટ થયા હતા

ગયા મહિને એટલે કે 4 જુલાઈએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો હતો. આ દરમિયાન કંપનીઓએ કિંમતોમાં વધારો કર્યો હતો. કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો ઝીકવામાં આવ્યો નથી.

ઈન્સેન્ટિવ પોઈન્ટ ઓછા થશે

એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ કેશબેક અને ઈન્સેન્ટિવ પોઈન્ટ ઘટાડવાનો નિર્ણય લઇ રહી છે. હવે તેમાં માત્ર 1.5 ટકા કેશબેક મળશે. Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે બેંક આ ફેરફારો કરવા જઈ રહી છે. આ 12 ઓગસ્ટથી લાગુ થશે.

આ લોકોએ દંડ ભરવો પડશે

ઈન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ પૂર્ણ થઇ ગઈ છે. આ સમયમર્યાદા તે કરદાતાઓ માટે હતી જેમણે તેમના ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર નથી. આજે 1 ઓગસ્ટથી તમારે ITR સબમિટ ન કરવા બદલ દંડ ચૂકવવો પડી શકે છે.

રોકાણ કરવાની છેલ્લી તક

રોકાણ સંબંધિત ફેરફારો વિશે વાત કરીએ તો, SBIની અમૃત કલશ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2023 છે. આ વિશેષ FD પર બેંક દ્વારા વાર્ષિક મહત્તમ 7.60 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.

બેંક 14 દિવસ બંધ રહેશે

ઓગસ્ટ મહિનામાં ઘણી રજાઓ આવે છે. તહેવારોના કારણે રજાઓ વધુ રહેતી હોય છે આ સાથે ફેસ્ટિવલ સીઝન પણ આવી રહી છે. ઓગસ્ટમાં 14 દિવસ બેંકમાં રજા રહેશે. જોકે  રાહતના સમાચાર એ છે કે તમામ રાજ્યમાં રજાઓ એકસાથે રહેશે નહીં.


Related Posts