અરવિંદ કેજરીવાલે લેખિતમાં ભવિષ્યવાણી કરી કે કયા ઉમેદવારો જીતશે વાંચો

By: nationgujarat
12 Nov, 2022

સુરતમાં રાત્રિ રોકાણના બીજા દિવસે આપના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધિત કર્યાં હતાં. જેમાં અરવિંદ કેજરીવાલે સતત બીજા દિવસે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, સુરતની આઠ જેટલી બેઠકો પર આપ જીતે છે. કથીરિયા અને ગોપાલ ઈટાલિયા સહિત ઈસુદાન ગઢવી પણ જંગી બહુમતીથી જીતશે તેવું લેખિતમાં મીડિયા સામે રજૂ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે, ગતરોજ કેજરીવાલે આપની સરકાર બનતી હોવાનું લેખિતમાં ભવિષ્યવાણી કરતાં આપ્યું હતું.

ખડગેએ જયનારાયણ વ્યાસને ખેસ પહેરાવ્યો
ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસમાં જોડાયા છે. ગઈ 4 નવેમ્બરે ભાજપને રામ રામ કર્યા હતા. આજે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં વિધિવત જોડાયા છે. તેઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા.તેમને ખેસ પહેરાવ્યો હતો અને સ્વાગત કર્યું હતું.

પહેલા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 3 દિવસ બાકી છે. ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ અને આપ ખરાખરીના જંગમાં ચૂંટણી પ્રચારમાં ઊતરશે.

જયનારાયણ વ્યાસે સિધ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે 20 દિવસ બાદ ભાજપ સામે ઉતર્યા છે અને સિધ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. તેઓ સિધ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા.


Related Posts