અમરનાથ દર્શનાર્થે ગયેલાવડોદરાના યુવકનું હાર્ટએટેકથી નિધન

By: nationgujarat
17 Jul, 2023

અમરનાથ દર્શનાર્થે ગયેલા વડોદારના ફતેપુરાના યુવાનનું હૃદયરોગથી મોત નિપજ્યાની આશંકા છે. ફતેપુરાના નાની પીતાંબર પોળમાં રહેતા ગણેશ કદમનું મોત થયું છે. યુવકની પહેલગામ ખાતે તબિયત બગડતા ત્યાંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે તેનું મોત નીપજ્યું હતું. આઠમી જુલાઈના રોજ તેઓ અમરનાથ યાત્રાએ જવા માટે વડોદરાથી નીકળ્યા હતા. આજે મૃતક ગણેશ કદમનું પી.એમ હાથ ધરાશે ત્યારબાદ શ્રીનગરથી મૃતદેહ ને વડોદરા મોકલાશે.

વડોદારાના ત્રીજા દર્શનાર્થીનું અમરનાથ યાત્રામાં મોત

અત્યાર સુધીમાં વડોદરાના ત્રણ શ્રદ્ધાળુઓના અમરનાથ યાત્રા દરમિયાન હૃદય રોગથી મોત થયા છે. ગણેશ કદમના મૃત્યુ સાથે આ પહેલા પાણીગેટ વિસ્તાર ના કહાર મહોલ્લાના નીતિન કહાર, વેમાલી ગામના રાજેન્દ્રભાઈ ભાટિયાનું પણ હૃદય રોગના કારણે મોત થયું હતું.


Related Posts