અમદાવાદ: ફરી બેફામ બન્યા નબીરા, રાજપથ રોડ પર સર્જ્યો અકસ્માત, કારચાલકે 2 હોમગાર્ડ જવાનો સહિત 5 લોકોને લીધા અડફેટે

By: nationgujarat
15 Nov, 2025
અમદાવાદ: શહેરમાં મોડી રાત્રે નબીરાઓ બેફામ બન્યા છે. બ્રેઝા કારચાલકે 2 હોમગાર્ડ જવાનો સહિત 5 લોકોને અડફેટે લીધા છે. સિંધુભવન રોડ પર આવેલ અર્બન ચોક પાસે આ ઘટના બની છે અને ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
કાર ચાલકે 2 હોમગાર્ડ સહિત 5 લોકોને લીધા અડફેટે

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સિંધુભવન નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ફુલ સ્પીડમાં આવેલા કારચાલકે 5 લોકોને અડફેટે લીધા છે, જેમાં 2 હોમગાર્ડ ત્યાં ફરજ બજાવતા હતા તેમને પણ અડફેટે લીધા છે, તો અકસ્માત કરીને ભાગવા જતાં કાર ચાલકે 3 શ્રમિકોને પણ અડફેટે લીધા છે, શ્રમિકોને અડફેટે લીધા બાદ કાર રોડની સાઇડ પર રહેલા પોલ સાથે અથડાઈ હતી.સિંધુભવન પર અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી અને મહત્વની વાત તો એ છે કે, આ ઘટનામાં 2 શખ્સોની સરખેજ પોલીસે અટકાયત પણ કરી છે અને કાર ચાલક કોણ છે તેની માહિતી હાલમાં સામે આવી નથી, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.

Related Posts

Load more
Follow Us

Live Cricket Score