Cyclone Update : ગુજરાતમાં વરસાદી માહોલ હાલમાં નથી. હવામાન વિભાગ પણ આગામી સપ્તાહમાં સમાન્ય વરસાદની આગાહી કરી રહ્યું છે. દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે. જે આગામી બેથી 3 દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે જોકે, ગુજરાત આ ખતરાથી મુક્ત રહેશે. ગુજરાતમાં ફક્ત આની અસર જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે. એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે એવી શક્યતા છે.
ગુજરાત માટે શું છે આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા ૨૦મી સુધી સારો વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં ૫૦ ટકા વરસાદની ઘટ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ ૯ ટકા ઘટીને ૪૧ ટકાએ પહોંચી છે, જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં ૪૪ અને સૌરાષ્ટ્રમાં ૩૭ ટકા ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ ૮થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની ૨૫ ટકા ઘટ રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ બનતા 25મી સુધી વરસાદી માહોલ રહેવાની વકી છે. ઉપરાંત આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે. એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું તો અત્યારે કઠિન છે. હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, વરસાદ બંધ થવાની સાથે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
આ 21 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
આઈએમડીએ અનેક રાજ્યોમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, અને પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઓડિશા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, અને ઉત્તર પ્રદેશમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ આઈએમડીએ રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, અસમ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, અને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને કારણે પવનની ગતિ 55 કિમી પ્રતિકલાકથી લઈને 75 કિમી પ્રતિકલાક સુધીની છે. ઓડિશા પર આ સિસ્ટમ આવ્યા બાદ તે આગળ વધીને આગામી 24 કલાક સુધીમાં છત્તીસગઢ પર પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે. જે બાદ તે સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતી રહે તેવી સંભાવના છે. આ સિસ્ટમ છત્તીસગઢથી આગળ વધીને ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ પર પહોંચશે અને ત્યાંથી ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે. જોકે, ઓડિશા પરથી આગળ વધવાની સાથે જ આ સિસ્ટમ થોડી નબળી પડશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી સંભાવના છે.
1973 થી 2023 સુધી થનારી તમામ ભયાનક આફતોના સ્ટડી આ નવા રિપોર્ટમાં કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે દિલ્હી, ગુજરાત, તેલંગણા, રાજસ્થાનનું પૂર હોય કે પછી વાયનાડમાં ભૂસ્ખલન હોય. કે પછી આ વખતે પડેલી બળબળતી ગરમી હોય. વૈજ્ઞાનિક અને એક્સપર્ટ્સ આફતનો અંદાજો લગાવી શકતા નથી. કારણ કે તેની તીવ્રતા, માત્રા અચાનક વધી જાય છે. અસમના 90 ટકા જિલ્લા, બિહારના 87 ટકા જિલ્લા, ઓડિશાના 75 ટકા જિલ્લા અને આંધ્ર પ્રદેશ અને તેલંગણાના 93 ટકા જિલ્લા એક્સ્ટ્રિમ ફલ્ડ્સની સ્થિતિથી ગમે ત્યારે પરેશાન થઈ શકે છે.
બંગાળના પંશ્ચિમ ભાગના પશ્ચિમી મેદનીપુર, ઝારગ્રામ, બાંકુરા, પુરુલિયા, પશ્ચિમ બર્ધમાન, દક્ષિણ 24 પરગણા, હુગલી, નાદિયા, મુર્શીદાબાદ, અને બીરભૂમ જિલ્લાઓમાં 12 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે કોલકાતા અને તેની આસપાસ હાવડા અને હુગલી જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાના આસાર છે. આ સિસ્ટમ ગુજરાત પર આવવાની શક્યતા નથી એટલે કે તે મધ્ય પ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ આગળ વધી જશે. જોકે, તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.
દક્ષિણ ચીન તરફ એક પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું શમી જતા બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે દક્ષિણ ચીન તરફ જાય છે. તે પ્રવાહ બંધ થતા આ વાવાઝોડાના અવશેષો આ બંગાળના ઉપસાગરમાં આવશે એટલે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે. જેનાથી જે સિસ્ટમ બનશે તેના લીધે 12મી સપ્ટેમ્બરથી ગુજરાતનું હવામાન પલટાશે અને 12મીથી કેટલાક ભાગોમાં ફરી વરસાદી ઝાપટાં પડશે. ઉપરાંત 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે.
આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ મજબૂત છે. આ ઉપરાંત પણ એક બાદ એક સિસ્ટમ બનતી રહેશે. 22મી સપ્ટેમ્બરે પણ એક સિસ્ટમ બનશે. 22થી 25માં ગુજરાતના ઘણાં ભાગોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. 17થી 19મી તારીખ સુધીમાં એન્ટી સાયક્લોન રાજસ્થાનમાં બનવાની શક્યતા છે, પરંતુ આ સિસ્ટમો બની રહી છે તેની અસરના કારણે તેને પાછું ધકેલી શકાય તેમ છે.
ગુજરાત માટે આગામી સમય ચિંતાજનક?
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં જે પ્રકારે વરસાદ પડ્યો, પૂર આવ્યા તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભારતમાં પૂરનો નક્શો બદલાઈ રહ્યો છે. કારણ કે પહેલા નક્શામાં ફક્ત યુપી, બિહાર, ઉત્તર પૂર્વી રાજ્યોમાં પૂરનું જોખમ જોવા મળતું હતું. હવે શહેરી ‘જળ પ્રલય’ ની સીમા બદલાઈ રહી છે. સરકારે નવો નક્શો બનાવવાની જરૂર છે. સમગ્ર દેશમાં વરસાદનું મૌસમ બદલાઈ ચૂક્યું છે. એવું અનુમાન છે કે આ વખતે ચોમાસું જશે પણ મોડું. કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર પર બનનારા ચક્રવાત, ડિપ્રેશન અને લો પ્રેશર એરિયા તેના માટે કારણભૂત છે. હવે તો તોફાનની એક નવી પેટર્ન આવી ગઈ છે. આ પેટર્ન છે જમીન પર બનનારા તોફાન. પછી ધીરે ધીરે સરકીને તે સમુદ્રમાં જતા રહે છે. ત્યારબાદ તેની તાકાત વધી જાય છે અને શક્તિશાળી બને છે.