ઓસ્ટ્રેલિયામાં વિશ્વના સૌથી લાંબા મગરનું મૃત્યુ થયું છે. આ મગરનું નામ કેસિયસ હતું. તેને જોવા માટે લોકોને મોટી ભીડ એકઠી થતી હતી. એવું માનવામાં આવે છે કે આ મગરની ઉંમર લગભગ 110 વર્ષ હતી.
ઓસ્ટ્રેલિયન વન્યજીવ અભયારણ્યએ જણાવ્યું હતું કે, 18 ફૂટ લાંબો ઓસ્ટ્રેલિયન મગર કે જેણે કેદમાં રહેનારા સૌથી મોટા મગરનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો તેનું મૃત્યુ થઇ ગયું છે. એવું માનવામાં આવતું હતું કે તેની ઉંમર 110 વર્ષથી વધુ હતી. મરિનલેન્ડ મેલાનેશિયા ક્રોકોડાઈલ હેબિટેટે જણાવ્યું હતું કે, એક ટનથી વધુ વજન ધરાવતા કેસિયસની તબિયત 15 ઓક્ટોબરથી સતત લથડી રહી હતી. તે ખૂબ જ વૃદ્ધ હતો અને જંગલી ક્રોકની ઉંમર કરતા પણ તે વધુ જીવયો હોવાનું માનવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર પડોશી પ્રદેશમાંથી લાવવામાં આવ્યા બાદ તે સન 1987થી અભયારણ્યમાં રહેતો હતો. આ પ્રદેશમાં મગર પ્રવાસન ઉદ્યોગનો મહત્ત્વનો ભાગ છે. ખારા પાણીમાં અને કેદમાં રહેનાર કેસિયસ વિશ્વના સૌથી મોટા મગર તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું બિરુદ ધરાવે છે.