એસ.પી.યુની. અને વડતાલધામ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી.

By: nationgujarat
21 Mar, 2025

વડતાલ
સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગર તથા સ્વામિનારાયણ સંસ્થાન વડતાલ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારંભમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભસ્વામી તથા એસ.પી.યુની.ના વાઇસ ચાન્સેલર નિરંજનભાઇ પટેલ તથા કુલપતિશ્રી પ્રો.ઉજ્જવલ ત્રીવેદી, પ્રો.દર્શનાબેન દવે, અધ્યાપક ડો.કલ્પેશભાઇ સહિત બાયો સાયન્સ વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર એસી.યુનિ.ના બાયો સાયન્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપાર્ટમેન્ટ અને સ્વામિનારાયણ સંસ્થાન વડતાલ દ્વારા બોટની ગાર્ડન ખાતે વિશ્વ સ્પેરો ડે ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રારંભમાં યુનિ. ના અધ્યાપકો દ્વારા વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભસ્વામી તથા શ્યામવલ્લભ સ્વામીનું માર્ગદર્શન ફુલ હારથી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ બાયોસાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા સમારંભમાં ઉપસ્થિત અધ્યાપકોને બુકે અર્પણ કરી સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે એસપી. યુનિ.ના વા. ચાન્સેલર નિરંજનભાઇ પટેલે જણાવ્યું હતું કે વડતાલ સંસ્થાન આરોગ્ય, શિક્ષણ ,સમાજ, પર્યાવરણ અને પક્ષીઓ માટે સેવા કાર્ય કરે છે. વડતાલ સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ૫૦૦૦ પાણીના કુંડા અને ૫૦૦૦ માળા નું વિતરણ કરે છે. આ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે એસપી યુનિવર્સિટીના પ્રાંગણમાં કાર્યક્રમ થઈ રહ્યો છે તેનું આપણને ગૌરવ છે.
અંતમા ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ રોજીંદા માનવ જીવનમાં ચકલીના મહત્વની વાત કરતા જણાવેલું કે , આપણા ઘરઆંગણાના પક્ષી ચકલી નામશેષ થઈ રહી છે. ઉનાળાના ધોમધખતા વધતો તાપ, વધતા કોંક્રીટના જંગલો તથા મોબાઇલ ટાવરોના રેડીએશન જેવા કારણોથી ચકલીઓ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અમદાવાદના સ્પેરોમેન જગતભાઈ કીનખાબવાળા ચકલીઓને બચાવવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે. જેઓને સ્પેરોમેનનું બિરૂદ આપવામાં આવ્યું છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાના વિશેષ કાર્યક્રમ મનકીબાતમાં સ્પેરોમેન ઘર આંગણાના પક્ષી ચકલી બચાવવાના અભિયાનને યાદ કરી તેઓને અભિનંદન આખ્યા હતા. ઉનાળામાં ધોમ ધખતી ગરમીમાં ઘરઆંગણાના પક્ષી માટે વડતાલ સંસ્થાન દ્વારા તાજેતરમાં ૫ હજાર માટીના કુડા અને ૫ હજાર માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે બાયોસાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચકલી બચાવવા માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસપી. યુનિ.ના વા. ચાન્સેલર નિરંજનભાઇ પટેલે જણાવ્યું હતું કે વડતાલ સંસ્થાન આરોગ્ય, શિક્ષણ ,સમાજ, પર્યાવરણ અને પક્ષીઓ માટે સેવા કાર્ય કરે છે. વડતાલ સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ૫૦૦૦ પાણીના કુંડા અને ૫૦૦૦ માળા નું વિતરણ કરે છે. આ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે એસપી યુનિવર્સિટીના પ્રાંગણમાં કાર્યક્રમ થઈ રહ્યો છે તેનું આપણને ગૌરવ છે.


Related Posts

Load more