અમદાવાદ : આઇપીએલનો જંગ શરૂ થવાના નગારાં વાગી રહ્યા છે. ભારતે ૧૦ દિવસ અગાઉ એશિયા કપ જીતીને ક્રિકેટ રસીકોના દિલ જીતી લીધા છે. તીવ્ર રસાકસી ભરી ફાઇનલે મેચ ફીક્સીંગ જેવી વાતોેનો છેદ ઉડાવી દીધો હતો. ભારતની આ જીત બાદ ક્રિકેટરો કરોડો લોકોના ડાર્લીંગ બની ગયા છે. આઇપીએલનો જંગ હંમેશા પ્રેક્ષણીય અને ઉત્તેજના ઉભો કરનાર રહ્યો છે. તેમાં જોવા મળતી તીવ્ર રસાકસી સાથે પૈસો પણ રમતો હોય એમ જોવા મળે છે.
આઇપીએલ જંગમાં નખાતા એક બોલની કિંમત ૨.૪ કરોડ રૂપિયા હોવાની ચોંકાવનારી ગણત્રી કરાઇ છે. કુલ ૮૪ મેચો રમાવાની છે. એક મેચમાં કુલ ૨૪૦ બોલ નખાશે. (બંને ટીમોના ૧૨૦ બોલ). આમ ૮૪ મેચમાં કુલ ૨૪૦ ઠ ૮૪ મેચ એટલેકે કુલ ૨૦૧૬૦ બોલ નખાશે. આઇપીએલ જંગના કુલ બ્રોડકાસ્ટના હકો ૪૮,૩૯૦ કરોડ રૂપિયા. આમ ગણિત માંડીએ તો આઇપીએલના જંગમાં નખાતો એક બોલ ૨.૪ કરોડ રૂપિયામાં પડશે.જે દેશમાં એક બોલ પડવાની સાથે તેની કિંમત ૨.૪ કરોડ અંકાતી હોય ત્યાં મંદી અને આર્થિક ધબડકાની વાતો અસ્થાને લાગે છે.