આ વખતે ક્રિકેટ વિશ્વ કપ ટુર્નામેન્ટ ભારતમાં રમાવાનો છે. ટુર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે ત્યારે આઇસીસી અને દુનિયાનું સૌથી વધારે કમાતુ ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ આ ટુર્નામેન્ટને શાનદાર બનાવવા તૈયારીઓ શરૂ કરી છે. હાલ ટુર્નામેન્ટ માટે ઓપનિગ સેરેમનની શરૂઆત થઇ રહી છે. ટીમના દરેક સુકાનીઓ ભેગા કરી ફોટો સેશન થશે.
આઇસીસી અને બીસીસીઆઇએ ઓપનીગ સેરેમની સાથે દરેક ટીમના કેપ્ટેનનું ફોટો સેશન અને બ્રિફિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરશે તેમ સુત્ર પાસેથી સમાચાર મળ્યા છે. આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝલક દુનિયાના દેશો જોવે તે પ્રમાણે આયોજન થશે.
ટુર્નામેન્ટની પહેલી મેચ ઇગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના આ સ્ટેડિયમમાં રમાશે. 2019 માં ઇગ્લેન્ડની ટીમ જીતી હતી વિશ્વકપ.
વર્લ્ડ કપ પહેલા તમામ 10 ટીમોએ 2-2 પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે. 3 ઓક્ટોબરે 6 ટીમોએ પ્રેક્ટિસ મેચ રમવાની છે. આમાં ભારત-નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન અને શ્રીલંકા-અફઘાનિસ્તાનની મેચો યોજાવાની છે. આ પછી તરત જ 4 ઓક્ટોબરની સવાર સુધીમાં તમામ કેપ્ટને અમદાવાદ પહોંચી જવું પડશે.
ભારતીય ટીમ 8 ઓક્ટોબરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. યજમાન ભારતે પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. આ પછી ભારતીય ટીમ 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. જ્યારે 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે શાનદાર મેચ રમાશે. આ ભારત-પાકિસ્તાન મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.