ઓસ્ટ્રેલિયા બાદ ભારતીય ઓપનર શુભમન ગિલ પણ અફઘાનિસ્તાન સામેની મેચમાંથી બહાર થઈ શકે છે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. શુભમન ગિલને થોડા દિવસો પહેલા ડેન્ગ્યુની અસર થઈ હતી. તે હજુ સુધી સંપૂર્ણ સ્વસ્થ થઈ શક્યો નથી.
ANIએ એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે, ‘શુબમન ગિલ સ્વસ્થ થઈ રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા સાથે દિલ્હી જઈ રહ્યો છે. તે આખો સમય ટીમની સાથે રહેશે. તે ચંદીગઢ સ્થિત પોતાના ઘરે આરામ કરવા જશે નહીં. અમને આશા છે કે તે પાકિસ્તાન સામેની મેચમાં મેદાન પર જોવા મળશે. તેની અફઘાનિસ્તાન સામે રમવાની સંભાવના આગામી મેડિકલ રિપોર્ટ પર નિર્ભર છે.
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ ગઈકાલે રાત્રે (8 ઓક્ટોબર) વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શુભમન ગિલને પણ બહાર રાખ્યો હતો. તેની જગ્યાએ ઈશાન કિશનને તક આપવામાં આવી હતી. આ મેચમાં ઈશાન કિશન સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.