World Cup 2023: વાનખેડેનો રેકોર્ડ ઇન્ડિયાની ટીમ માટે નથી સારો, 3 વાર સેમિફાઇનલમાં હારી છે ટીમ

By: nationgujarat
13 Nov, 2023

મુંબઈ: વર્લ્ડ કપ 2023ની લીગ મેચો રવિવારે ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી મેચ સાથે સમાપ્ત થઈ ગઈ. ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ટૂર્નામેન્ટના નિયમો અનુસાર, લીગ મેચો સમાપ્ત થયા પછી, પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ટીમ ઈન્ડિયાનો સામનો ચોથા ક્રમની ન્યૂઝીલેન્ડની ટીમ સાથે થશે. આ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 15 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. વાનખેડે સ્ટેડિયમમાં ભારત આજ સુધી એક પણ સેમીફાઈનલ મેચ જીત્યું નથી.

1987માં ઈંગ્લેન્ડ સામે હાર
1983માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત ODI ફોર્મેટમાં વર્લ્ડ કપ જીત્યો હતો. 4 વર્ષ બાદ આયોજિત વર્લ્ડ કપમાં ભારત ફરી એકવાર ખિતાબના દાવેદાર તરીકે ઉતર્યું પરંતુ તેની સફર સેમિફાઈનલમાં સમાપ્ત થઈ ગઈ. ઈંગ્લેન્ડે વાનખેડે ખાતે રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતને 35 રને હરાવીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી હતી. ગ્રેહામ ગૂચ (115 રન) અને એડ હમિંગ્સ (4 વિકેટ) ઈંગ્લેન્ડની જીતના હીરો રહ્યા હતા.

1989માં વેસ્ટ ઇન્ડિઝ સામે હારી ગઇ ટીમ નહેરૂ કરમાં વેસ્ટ ઇન્ડિઝ 8 વિકેટે જીતી ગઇ હતી તો ટી-20માં વેસ્ટેઇન્ડિઝ 2016માં 7 વિકેટે જીતી ગઇ હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામે બે વખત હાર
બે વર્ષ પછી, વાનખેડે ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નહેરુ કપ સેમિફાઈનલ યોજાઈ હતી, જે ડેસમંડ હેન્સ (64 રન), રિચી રિચર્ડસન (58 રન*) અને કર્ટની વોલ્શની 3 વિકેટના કારણે વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટથી જીતી હતી. 2016માં ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝની ટીમે સેમિફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. ટૂર્નામેન્ટ T20 વર્લ્ડ કપ હતી અને સ્ટેડિયમ વાનખેડે હતું. વિરાટ કોહલીની અણનમ 92 રનની ઇનિંગને કારણે ભારતે 192/2નો મજબૂત સ્કોર બનાવ્યો હતો પરંતુ લેન્ડલ સિમોન્સના અણનમ 82 અને જોન્સન ચાર્લ્સના 52 રનના કારણે વેસ્ટ ઈન્ડિઝે 3 વિકેટે 196 રન બનાવીને જીત મેળવી હતી.

વર્લ્ડ ચેમ્પિયન પણ ન બની
વાનખેડે સ્ટેડિયમમાં  ભારતે 28 વર્ષના અંતરાલ પછી 2 એપ્રિલ 2011ના રોજ ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ ભારતે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જો કે આંકડાઓ પર નજર કરીએ તો ભારત આજ સુધી વાનખેડે સ્ટેડિયમમાં કોઈપણ ફોર્મેટમાં રમાયેલી સેમીફાઈનલ મેચ જીતી શક્યું નથી. ન્યુઝીલેન્ડની વાત કરીએ તો અત્યાર સુધી ભારત એક વખત સેમીફાઈનલ જીત્યું છે અને એક વખત હાર્યું છે.


Related Posts

Load more