બાંગ્લાદેશને ભારત સાથે દુશ્મની મોંઘી પડશે, ભોજન તો ઠીક, એક વાટકી ખાંડના પણ ફાંફા પડશે!

By: nationgujarat
10 Dec, 2024

India Bangladesh Crisis: ભારત-બાંગ્લાદેશ વચ્ચે સંબંધોમાં તિરાડો વધી રહી છે. એક તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત પર લોકોને ભડકાવવાનો આરોપ મૂકી રહી છે, તેણે ભારત સાથે બેન્ડવિડ્થ ટ્રાન્જિટ કરાર રદ કર્યો છે. તેમજ ડુંગળી-બટાકાંની આયાત માટે ભારતનો વિકલ્પ વિચારી રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સ્થિતિ વણસી રહી હોવાથી ભારતે પણ બાંગ્લાદેશમાં કેટલીક ચીજોની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. જેની માઠી અસર ભારતને નહીં પણ બાંગ્લાદેશને જ થશે.

આહારમાંથી રોટલી થશે ગાયબ

રાજકીય વિશ્લેષકોના મતે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ સ્થિતિ જ રહી તો ભવિષ્યમાં બાંગ્લાદેશના ખાવાના ફાંફા પડી શકે છે. બાંગ્લાદેશ ભારતમાંથી મોટાપાયે ઘઉંની નિકાસ કરે છે. 2021-22માં ભારતે બાંગ્લાદેશને 119.16 કરોડ ડોલરના ઘઉંની નિકાસ કરી હતી. જે 2020-21માં 31.03 કરોડ ડોલર હતી. જો ભારતે બાંગ્લાદેશમાં ઘઉંની નિકાસ બંધ કરી દીધી તો તેના આહારમાંથી રોટલી ગાયબ થઈ શકે છે.


Related Posts

Load more