શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીરે ધીરે ઠંડી પણ વધવા લાગી છે. શિયાળો એવી ઋતુ હોય છે જ્યારે શરીરને ફીટ રાખવા માટે અલગ અલગ વસ્તુઓ ખાવામાં આવે છે. આજે તમને જણાવીએ શિયાળામાં હેલ્ધી રહેવું હોય તો કયા લોટની રોટલી ખાવી ફાયદાકારક છે. પાંચ એવા લોટ છે જેનો ઉપયોગ રોટલી બનાવવામાં કરવામાં આવે તો શરીરને એનર્જી પણ મળે છે અને ફાયદા પણ થાય છે.
બાજરાનો લોટ
શિયાળામાં બાજરાના લોટની ડિમાન્ડ વધી જાય છે. બાજરાના લોટના રોટલા કે રોટલી બનાવીને ખાવી ફાયદાકારક છે. ખાસ કરીને જે લોકોને સાંધામાં દુખાવો અને કમરમાં દુખાવો રહેતો હોય તેમણે બાજરાનો ઉપયોગ શિયાળા દરમિયાન કરવો જોઈએ.
જુવારનો લોટ
શિયાળામાં જુવાર નો લોટ પણ ગુણકારી છે. જુવારનો લોટ વિટામીન બી, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર હોય છે. શિયાળામાં આ લોટની રોટલી ખાવી લાભકારક છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ જેવા રોગ હોય તેમણે જુવારના લોટની રોટલી ખાવી જોઈએ.
મકાઈનો લોટ
મકાઈનો લોટ પણ શરીર માટે ફાયદાકારક છે. મકાઈમાં ફાઇબર અને વિટામિન ઈ હોય છે જે શરીર માટે જરૂરી છે. જો શિયાળામાં નિરોગી અને સ્વસ્થ રહેવું હોય તો મકાઈના લોટનો ઉપયોગ કરવો.
જવનો લોટ
શિયાળામાં ઘઉંના લોટનું સેવન કરવાથી શરીરને સૌથી વધુ ફાયદો થાય છે. જવ નો લોટ ગ્લુટન પ્રોટીનથી યુક્ત હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ લોટનો ઉપયોગ કરવાથી શરીર એકદમ ફિટ રહે છે.
રાગીનો લોટ
શિયાળાની સિઝનમાં રાગીનો લોટ ખાવો સૌથી બેસ્ટ છે. રાગી ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ અને આયરનથી ભરપૂર હોય છે. શિયાળામાં રાગી થી બનેલી રોટલી ખાશો તો શરીર ફિટ રહેશે અને નીરોગી પણ રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. NATIONGUJARAT તેની પુષ્ટિ કરતું નથી.)