પંતની ઈન્જરી અંગે BCCIની અપડેટ, માન્ચેસ્ટરમાં જુરેલ કરશે બેટિંગ? જાણો શું છે નિયમ

By: nationgujarat
24 Jul, 2025

India VS England 4th Test: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ફરી એકવાર ઈગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ભારતીય ટીમે પહેલા દિવસે બેટિંગ કરી અને ચાર વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા. ત્યારે માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે બેટિંગ કરતી વખતે રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઈજાને કારણે તેમને રિટાયર્ડ હર્ટ થયો હતો. હવે સવાલ એ કે શું રિષભ પંતની જગ્યાએ બીજા ખેલાડીને બેટિંગ કરવાની તક મળશે અને કોન્કશન સબસ્ટિટ્યૂટનો નિયમ આ વિશે શું કહે છે?

શું ભારતને પંતની જગ્યાએ બીજો બેટર મળશે?

માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે રિષભ પંત શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેમણે ક્રિસ વોક્સના બોલને રિવર્સ હિટ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ સીધો તેના પગમાં વાગ્યો. બોલ વાગતાં પંતને પણ લોહી નીકળ્યું અને ફિઝિયોને તાત્કાલિક મેદાન પર બોલાવવામાં આવ્યા, પરંતુ તે રમવાની સ્થિતિમાં ન હતો, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું. હવે પંતની ઈજા બાદ ચર્ચા થઈ રહી છે કે શું ભારતીય ટીમને બીજો બેટ્સમેન મળશે?કન્કશન સબસ્ટિટ્યુટ હેઠળ જો કોઈ ખેલાડીને માથામાં ઈજા થાય છે, તો ટીમને બીજો ખેલાડી મળે છે જે બેટિંગ અને બોલિંગ કરી શકે છે, પરંતુ બોલ પંતના પગમાં ઈજા પહોંચી છે. તેના માથામાં નહીં, તેથી ભારતીય ટીમને કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ હેઠળ બીજો ખેલાડી મેળવશે નહીં. તેના બદલે ભારતીય ટીમ એવા ખેલાડીને સમાવી શકે છે જે ફક્ત ફિલ્ડિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં ધ્રુવ જુરેલ ફરી એકવાર વિકેટકીપિંગ કરતો જોવા મળી શકે છે.

પંતની ઈજા અંગે BCCIનું અપડેટ

વિકેટકીપર-બેટર રિષભ પંતની ઈજા અંગે પણ BCCIનું અપડેટ બહાર આવ્યું છે. BCCI અનુસાર, ‘રિષભ પંતને બેટિંગ કરતી વખતે જમણા પગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.’ હાલમાં BCCI મેડિકલ ટીમ તેની દેખરેખ રાખી રહી છે. પહેલા દિવસે પંતે 48 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા.


Related Posts

Load more