અંગ દઝાડતી ગરમીમા કઇ બાબતનુ ખાસ ધ્યાન રાખવું જોઇએ? જાણો શું કહે છે આયુર્વેદીક ડોકટર

By: nationgujarat
17 Apr, 2025

ગુજરાતમા ઘણા જીલ્લામાં તાપમાન અત્યારથી જ 40 ડિગ્રીથી ઉપર છે, ભવિષ્યમાં તાપમાન પચાસને પાર કરશે અને હિટવેવના દિવસો બમણા થશે. આગામી દસ વર્ષમાં ગરમી આપણા માટે સૌથી મોટો પડકાર બનશે.  પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દાયકામાં હિટ વેવને કારણે મૃત્યુની સંખ્યામાં 62 ટકાનો વધારો થયો છે અને જાનહાનિ ઉપરાંત સંપત્તિને નુકસાન પણ દસ ગણું વધ્યું છે. વધુ ગરમીથી કેવી રીતે બચવું જોઇએ તેમજ શું કરવુ કે શું ન કરવુ, અને શરીરમા વધુ ગરમીથી શું  લક્ષણો ઓળખવા આ તમામ માહિતી  આજે આપણે અમદાવાદના Ayuskama Ayurveda & Panchkarma clinic ના આયુર્વેદીક ડોકટર કૃપાલી પટેલ પાસેથી જાણવા મળી છે.

વધુ પડતી ગરમીને કારણે શરીરમાં આવા લક્ષણો દેખાય છે

વધુ પડતી ગરમીને કારણે શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે જેમ કે વધુ પડતો થાક લાગવો, સ્નાયુઓમાં ખેંચાણ, વધુ પડતો પરસેવો થવો, ઊલટી થવી, ચક્કર આવવા અને નબળાઇ આવવી. આ ઋતુમાં પરસેવો વધુ પડતો હોય છે, તરસ વધારે લાગતી હોય છે.

શું કરવું:

✅ સાકર મિક્ષ કરેલું માટલાનું પાણી વાપરવું અને વારે વારે થોડું થોડું પીવું.
✅મીઠી અને પ્રવાહી વસ્તુઓ ખાવું: સાકરવાળું દૂધ, છાશ, કેરીનો રસ, તડબૂચ,ટેટી, જવ ના લોટ નો સત્તુ,શેરડીનો રસ, નારિયેળ પાણી
✅જમવામાં તાજી અને ઠંડક આપતી વસ્તુઓનો સમાવેશ

શું ન કરવું કે ખાવું ?
❌ સૂકી વસ્તુઓ , તેલ માં તળેલી અને તીખી વસ્તુઓ ડિહાઈડ્રેશન કરાવી શકે છે એટલે શક્ય હોય ત્યાં સુધી ન ખાવી.
❌દહીં ગરમ હોવાથી ન ખાવું
❌વધુ મહેનત પડે એવું કામ ન કરવું.

આ ઋતુમાં સૂર્યની ગરમી ઘણી વધી જાય છે, શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે અને ડિહાઈડ્રેશન થવાની શક્યતા રહે છે.

આ કારણે, આ ઋતુમાં
✅તરલ પદાર્થો જેમ કે તાજી અને વધુ પાણીયુક્ત છાસ, નાળિયેરનું પાણી અને ખાસ કરીને મીઠા રસવાળા પદાર્થો જેમ કે ખાંડવાળું પાણી,ખાંડવાળું દુધ, જવ ના લોટ નું સત્તુ , ખજૂર થી બનેલું મન્થ વગેરે લેવું.

એવા પદાર્થો જે વધુ પાણીયુક્ત હોય જેમ કે દુધ-ચોખા-ખાંડથી બનેલી ખીર, પાકેલી કેરી અને કેરીનો રસ, મીઠી દ્રાક્ષ,ઘર માં બનેલું શ્રીખંડ,ખજૂર અને તરબૂચ જેવા ફળો ખાવાં લાભદાયી છે.

✨ખાસ કરીને નવા માટીના ઘડા નું પાણી પીવું જોઈએ જેમાં ઉશીર, ચંદન કે કપૂર ઉમેરીને ઠંડું કરી શકાય છે.

❌ફ્રીઝનું ઠંડું પાણી બિલકુલ ન પીવું.

✨ઉનાળાની ઋતુમાં શરીરમાં ગરમી અને કમજોરી વધી જાય છે, જેથી જીવનશૈલીમાં કેટલીક ખાસ કાળજી રાખવી જરૂરી છે.

❌શું ના ખાવું – પીવું ?

❌દહીં, મસાલેદાર, ખાટા અને વધુ ખારા પદાર્થો ખાવાથી બચવું જોઈએ, કારણ કે તે ગરમી વધારવાની તાસીર ધરાવે છે.

લીંબૂશરબતની જગ્યાએ ખાંડવાળું પાણી વધુ ફાયદાકારક છે.

✅ દિવસે થોડી ઊંઘ લેવાથી શરીરને તાજગી મળી શકે છે, કારણ કે ઉનાળામાં રાતનો સમય ઓછો હોય છે.

❌આ ઋતુમાં વ્યાયામ ટાળવો જોઈએ, કારણ કે વધારે મહેનત શરીરને કમજોર બનાવી શકે છે.

તડકા માં ઓછું ફરવું, અને શરીરને ઠંડક આપતા આહાર ને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

આ સાદા ઉપાયો અપનાવવાથી ઉનાળાની ઋતુમાં સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

6 મહિનાથી 8 વર્ષ સુધીના બાળકોની આ રીતે સંભાળ રાખો

ડો. કૃપાલી પટેલે વધુમાં  જણાવ્યું કે છ મહિનાથી 8 વર્ષ સુધીના બાળકોએ ઉનાળામાં ખાસ કાળજી લેવી જોઈએ. આ ઉંમરના બાળકોએ આખો દિવસ બને તેટલું વધારે પાણી પીવડાવું જોઈએ. 7-8 વર્ષના બાળકના શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે એકથી દોઢ લિટર પાણી પીવડાવવું જોઈએ. આ ઉંમરના બાળકને લીંબુનું શરબત અને બીલીનો જ્યુસ પિવડાવું જોઇએ તેમજ બપોરે ઠંડા વાતારણમા રહે તે જરૂરી છે.

9 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોની આ રીતે રાખો કાળજી

ડો. કૃપાલી પટેલે વધુમાં  જણાવ્યું કે , 9 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોએ આખો દિવસ બેથી અઢી લિટર પાણી પીવડાવો. બાળકોના શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બપોરે નારિયેળ પાણી, લીંબુ પાણી અને છાશ પીવડાવો.

વૃદ્ધોની આ રીતે રાખો સંભાળ

વડિલોને ઘરમાં રહેવું જોઇએ. બપોરે 12 થી 5 વાગ્યા સુધી તેમને ઘરમાં રાખો. આ સમય દરમિયાન ગરમી વધુ હોય છે અને ગરમ પવનો હોય છે. આવી સ્થિતિમાં બોડીનો બચાવ કરવા માટે તમે વૃદ્ધોને બેલનું શરબત, લીંબુનું શરબત પીવું જોઇએ.

શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે શક્ય તેટલું વધારે પાણી પીવું. દિવસભરમાં 3થી 3.5 લીટર પાણી પીવું. શરીરને ઠંડુ રાખો. જ્યારે પણ શરીરને વધારે પડતું ગરમ લાગે ત્યારે ઠંડા પાણીથી સ્નાન કરો. વૃદ્ધોને સારી હવાઉજાસવાળી જગ્યાએ અથવા એસીવાળી રૂપમમાં રાખો, ખાસ કરીને બપોરના સમયે તો આટલુ કરશો તો હિટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન થી બચી શકશો અને સ્વસ્થય રહેશો.

 

 


Related Posts

Load more