Heat Wave in Gujarat: ઠંડીના હજુ કોઇ જ એંધાણ નહીં, રાજકોટ સૌથી વઘુ ગરમ

By: nationgujarat
08 Nov, 2024

Heat Wave in Gujarat: સામાન્ય રીતે નવેમ્બર સાથે જ ફૂલગુલાબી ઠંડીનો પણ પ્રારંભ થઇ જતો હોય છે. જોકે, આ વર્ષે નવેમ્બરમાં પ્રથમ સપ્તાહ પૂરું થયું હોવા છતાં ઠંડીનો ચમકારો ગાયબ છે અને દિવસ દરમિયાન ભાદરવા જેવો તાપ પડી રહ્યો છે.

અમદાવાદમાં 36.5, રાજકોટમાં સૌથી વઘુ 38.3 ડિગ્રી તાપમાન

બુધવારે રાત્રિએ અમદાવાદમાં 21.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જેની સરખામણીએ ગત  વર્ષે 7 નવેમ્બરમાં 19.4 ડિગ્રી સાથે ઠંડીના ચમકારાનો પ્રારંભ પણ થઇ ગયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 13 નવેમ્બર સુધી સરેરાશ લધુતમ તાપમાનનો પારો 21થી 23 ડિગ્રીની આસપાસ જ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર 14 નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ તબક્કાવાર વધવા લાગશે.


Related Posts

Load more