રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2025 માં નવા કેપ્ટનના નેતૃત્વમાં રમશે. છેલ્લી ત્રણ સિઝનમાં, ટીમ ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરી હતી, પરંતુ હવે તે આ ટીમનો ભાગ નથી. ફ્રેન્ચાઇઝીએ તેને હરાજી પહેલા જ મુક્ત કરી દીધો હતો. ડુ પ્લેસિસના ગયા બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2021માં કેપ્ટન્સી છોડી રહેલા વિરાટ કોહલી ફરી એકવાર ટીમની કમાન સંભાળશે. જો કે, બેંગલુરુની આ ટીમ, જે તેના પ્રથમ ટાઇટલની રાહ જોઈ રહી છે, તેણે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. સ્પોર્ટ્સ તક સાથેની વાતચીતમાં RCBના સીઇઓ રાજેશ મેનને કોહલીની કેપ્ટનશિપને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. જ્યારે રાજેશ મેનનને પૂછવામાં આવ્યું કે શું કોહલી IPL 2025માં RCBની કેપ્ટનશીપ કરશે તો તેણે જવાબ આપ્યો-હાલમાં અમે કંઈ નક્કી કર્યું નથી અમારી ટીમમાં ઘણા લીડરશીપ ખિલાડીઓ છે. 4-5 ખિલાડીઓ છે અમે હજુ સુધી ચર્ચા કરી નથી અને પછી નિર્ણય પર પહોંચીશું.
કોહલી લગભગ એક દાયકાથી RCBનો કેપ્ટન રહ્યો છે અને તેમાંથી 66 મેચમાં કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ફાઈનલમાં પહોંચી છે 2016 સીઝન પહોંચી હતી. તે સિઝનમાં તેના બેટથી 973 રન બનાવ્યા હતા. ફ્રેન્ચાઇઝીએ ફિલ સોલ્ટ, લિયામ લિવિંગ્સ્ટન જેકબ બેથેલ, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જીતેશ શર્મા, દેવદત્ત પડિકલ, જોશ હેઝલવુડ, રોમારીયો શેફર્ડ, નુવાન તુશારા અને સુયશ શર્મા જેવા ખેલાડીઓને IPL 2025ની મેગા ઓક્શનમાં સામેલ કર્યા હતા.
હાલમાં કોહલી ટીમ ઈન્ડિયા સાથે છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તે ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તે 21 માર્ચથી શરૂ થનારી IPLની તૈયારી શરૂ કરશે.