ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ઉત્સાહ ચરમસીમા પર છે. ટીમ ઈન્ડિયાની જીતની ગુંજ દુબઈથી લઈને લાહોર સુધી જોવા મળી હતી. 20 ફેબ્રુઆરીએ દુબઈમાં ભારતે મેચ જીતી હોવા છતાં, પાકિસ્તાનના લાહોરમાં ભારતીય રાષ્ટ્રગીત જોઈને બધા દંગ રહી ગયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો એકબીજા સાથે ટક્કર કરવા આવી હતી. આ દરમિયાન સ્ટેડિયમના મેનેજમેન્ટે એવી ભૂલ કરી કે ભારતીય રાષ્ટ્રગીતના બે શબ્દો બધાએ સાંભળ્યા.
ભારતનું રાષ્ટ્રગીત વાગતાની સાથે જ મેદાનમાં હંગામો મચી ગયો હતો. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત જોવા મળ્યા. હવે ચાહકો આ ભૂલ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. જોકે, આ ભૂલ માત્ર એક સેકન્ડ બાદ સુધારી લેવામાં આવી હતી અને ઈંગ્લિશ ટીમનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહાજંગની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ભારત સાથે ટક્કર લેવા માટે પાકિસ્તાનની ટીમ દુબઈ પહોંચી ગઈ છે. ભારત સામે પાકિસ્તાનની ટીમ માટે કરો યા મરો જેવી સ્થિતિ હશે. પ્રથમ મેચમાં પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પહેલી જ મેચમાં હરાવ્યું હતું.
ઈંગ્લેન્ડ માટે શાનદાર શરૂઆત
ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે શાનદાર શરૂઆત કરી, બેન ડકેટે ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કર્યા.ડકેટે એખલા હાથી ટીમને 350ને પાર કરાવી ડકેટેની ધમાકેદાર 158 રનની રમતથી ઓસ્ટ્રલિયાને જીત માટે 352 રનનો પડકાર આપ્યો છે આ મોટો સ્કોર છે જો ઓસ્ટ્રલિયા ચેસ કરી જીતે તો એક મોટા સ્કોરને ચેસ કર્યો કહેવાશે.