વડતાલ મંદિર – સંતો અને સેવકોએ ગરીબ વ્યક્તિઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે ધાબળા ની સેવા કરી

By: nationgujarat
23 Dec, 2024

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહ ના સંદેશને ચરિતાર્થ કરવા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી સ્વામીએ શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રીના સમયે ફુટપાથ પર રાતવાસો કરતા આણંદ, કરમસદ, બાકરોલ, વડોદરા તથા વડોદરા થી અમદાવાદ નેશનલ હાઇવે પર વસતા દરિદ્રનારાયણોને શનિવાર અને રવિવારની રાત્રીએ ૧૨ હજારથી વધુ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હ તું કે ભગવાન શ્રીહરિના સર્વજીવ હિતાવહના સંદેશને ચરિતાર્થ કરવા મંદિર માનવસેવાના કાર્યોને પણ પ્રાધાનતા આપે છે. મંદિર દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમા ઠુંઠવાતા અને ફુટપાથ પર રાતવાસો કરતા દરિદ્રનારાયણોને દરવર્ષની જેમ આ વર્ષે પણ આણંદ, કરમસદ, બાકરોલ, પેટલાદ, ઉપરાંત અમદાવાદ, વડોદરા, તારાપુર, બાંધણી વિગેરે સ્થળોએ હાડ થીજાવતી ઠંડીમાં ફુટપાથ પર રેનબસેરા કરતા દરિદ્રનારાયણોને વડતાલ મંદિરના શ્યામવલ્લભસ્વામી, અમૃતસ્વામી પ્રેમનંદસ્વામી તથા સ્વયંસેવકોની ટીમ દ્વારા ૧૨ હજારથી વધુ ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડતાલ સંસ્થા દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે જેમા ઉનાળામાં ચંપ્પલ વિતરણ, કુદરતી આપત્તિમાં ભોજન, તેમજ જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિ:શુલ્ક હોસ્પીટલ કે જ્યા કેશ કાઉન્ટરજ નથી. અહીંયા સારવાર લેતા દર્દી સાથે તેમના સબંધીને પણ નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા અપાય છે.


Related Posts

Load more