વડતાલધામ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામતુલ્ય વડતાલધામમાં કામદા એકાદશીના
શુભદિને વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ૫ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. મંદિરના પરિસરમાં આવેલ સગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને સવારે ૮:૦૦ વાગે દિક્ષાવિધિ પૂજનનો મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટે પ્રારંભ કરાવ્યો હતો. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજદિન સુધીમાં ૯૧૮ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી મોક્ષના માર્ગે પ્રયાણ કરાવ્યું છે.જેમાં વડતાલના ૪૭૦ જૂનાગઢ ૩૭૭ ગઢડાના ૬૩ ધોલેરાના ૮ મળી કુલ ૯૧૮ પાર્ષદોને દિક્ષા આપી હતી.
વડતાલમંદિરના મુખ્ય કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલધામમાં બાંધેલ કાર્તકી (પ્રબોધિની) અને ચૈત્રી સમૈયામાં પોતાના આશ્રિતોને વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે.સાથે સમૈયા દરમ્યાન આવતી એકાદશીએ વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી પાર્ષદોને સ.ગુ.શ્રી ગોપાળાનંદસ્વામીના આસને ભાગવતી દિક્ષા આપે છે. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહરાજગાદી આરૂઢ થયા બાદ આજદિન સુધીમાં ૯૧૮ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી છે.આચાર્ય મહરાજે તા.8/એપ્રિલના રોજ વધુ ૫ પાર્ષદોને દિક્ષા આપી હતી દિક્ષાર્થી સતોને આચાર્ય મહારાજે પોતા ગુરૂની આજ્ઞામાં રહેવા તેમજ સત્સંગ શાસ્ત્રનો અભ્યાસ કરી સત્સંગનો વિકાસ કરવાની શીખ આપી હતી, દિક્ષા વિધિ પૂર્ણ થયા બાદ આચાર્ય મહારાજ સહુ સંતોને સાથે લઇ મંદિરમાં બિરાજતા દેવોના દર્શન માટે લઇ ગયા હતા તેઓની સાથે મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી શા.નૌતમપ્રકાશદાસજી પી.પી.સ્વામી બ્ર.હરિસ્વરૂપાનંદજી જોડાયા હતા દરમ્યાન આચાર્ય મહારાજ નવ દિક્ષિત સંતો સાથે સભામંડપમાં પધારતા ઉપસ્થિત હરિભક્તોએ મહારાજશ્રી તથા સંતોનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું.
આ ઉપરાંત ગાદીવાળા માતૃશ્રીએ આજે ૭ સાંખ્યયોગી માતાઓને દિક્ષા આપી હતી માતૃશ્રીએ આજદિન સુધીમાં કુલ ૩૪૨ સાંખ્યયોગી માતાઓને દિક્ષા આપી છે.હાલમાં કુલ ૪૭૫ સાંખ્યયોગી માતાઓ મહિલાઓને સત્સંગ સંવર્ધન કરાવી રહ્યા છે
*અત્યારે હાલ વડતાલ સંપ્રદાયમાં 1404 સંતો છે અને 531 પાર્ષદો
સત્સંગ સેવા માં છે*