વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થસ્થાન છે. આ આસ્થાકેન્દ્ર વડતાલ ખાતે આગામી 7 નવેમ્બર થી 15 નવેમ્બર દરમિયાન દેશ-વિદેશના લાખો સત્સંગીઓની ઉપસ્થિતિમાં ન ભૂતો ના ભવિષ્યતિ રીતે ભવયાતી ભવ્ય મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાપધિપતિ૧૦૦૮પ્ ધ્ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ વડતાલ મંદિરના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી મંદિરના કોઠારી ડો્ સંત સ્વામી , પુ નિત્યસ્વરૂપ સ્વામી – સરધાર , પુ માધવપ્રિય સ્વામી , સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી , પુ શ્વેત સ્વામી રાજકોટ ગુરુકુલ , પુ પી પી સ્વામી સુરત , પુ હરિપ્રસાદ સ્વામી ગઢપુર સહિત સૌ મોટેરા સંતો હાલ વિદેશમાં વસતા વડતાલ દેશના હરિભક્તોને દ્વિશતાબ્દી મહોત્સવ નું આમંત્રણ પાઠવવા વિદેશમાં વિચરણ કરી રહ્યા છે.
અને દેશમાં પણ સંતો સતત સેવા અને આયોજનો કરી રહ્યા છે.. સમાજના વિશેષ વ્યક્તિઓને આમઁત્રણ આપી રહ્યા છે.. તાજેતરમાં દક્ષિણ ભારતના પ્રસિદ્ધ અભિનેતા ને પણ લક્ષ્મીનારાયણ દેવના ૨૦૦ વર્ષની ઉજવણીમાં સહભાગી થવા આમઁત્રણ આપવામા આવ્યુ છે..
સંપ્રદાય શિક્ષાક્ષેત્રે આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ ખાતે પણ કાર્યરત છે. ત્યા આવેલ નીલકંઠ વિદ્યાપીઠ ઇન્ટરનેશનલ સ્કૂલ ની દક્ષિણ ભારતના ફિલ્મ સ્ટાર રજનિકાંતે મુલાકાત લીધી ત્યારે ગુરુકુળના પુ. વિવેક સ્વામીએ આમંત્રણ પાઠવ્યું હતું અને અભિનેતાએ ગુરુકુળ કેમ્પસની સુંદરતા તથા આકર્ષક વાસ્તુકળાની પ્રશંસા કરી હતી ્ વિવેક સાગર સ્વામીએ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ઉજ્વાનારા શ્રી લક્ષ્મીદેવ શતાબ્દી મહોત્સવમાં પધારવા તેઓને આમંત્રણ પાછું હતું જેનો રજની કાતે સહર્ષ સ્વીકાર કર્યો હતો અને સાનુકૂળતા રહી તો ચોક્કસ ઉપસ્થિત રહેવાનું જણાવ્યું હતું અને સંપ્રદાયનો પ્રાથમિક પરિચય પણ મેળવ્યો હતો , એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યુ છે.